WHOની ચીનને ક્લિનચીટ: પ્રાણીઓમાંથી આવ્યો કોરોના

  • March 30, 2021 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોરોના ચામાચિડીયાથી અન્ય પ્રાણીઓ દ્વારા મનુષ્યોમાં ફેલાયાની આશંકા: લેબમાંથી વાયરસ પ્રસરવાને છોડીને અન્ય તમામ પાસાઓ પર આગળ તપાસ કરવાનો પ્રસ્તાવ મૂક્યો



કોવિડ-19 કેવી રીતે અને ક્યાંથી ફેલાયો તેની તપાસ માટે ચીનનો પ્રવાસ કરનારી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)ની ટીમ અનુસાર કોરોના વાયરસ સંક્રમણ ચામાચિડીયાથી અન્ય પ્રાણીઓ દ્વારા મનુષ્યોમાં ફેલાવવાની આશંકા છે. લેબ દ્વારા વાયરસ ફેલાવવાની આશંકા ઘણી ઓછી છે. જો કે, તપાસ રિપોર્ટમાં આશા અનુસાર ઘણા પ્રશ્નોના જવાબ મળ્યાં નથી. આ રિપોર્ટ ઉપરથી એટલુ કહી શકાય કે ડબલ્યુએચઓએ ચીનને ક્લિનચીટ આપી છે.

 


ટીમે લેબમાંથી વાયરસ પ્રસરવાને છોડીને અન્ય તમામ પાસાઓ પર આગળ તપાસ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. રિપોર્ટને જાહેર કરવામાં સતત મોડું થઇ રહ્યું છે, જેની સામે સવાલ ઉઠી રહ્યાં છે કે, ક્યાંક ચીની પક્ષ તપાસના તારણોને પ્રભાવિત કરવાનો પ્રયાસ તો નથી કરી રહ્યો, જેથી ચીન પર કોવિડ-19 ફેલાવવાનો દોષ ન લાગે. વર્લ્ડ હેલ્થ આર્ગેનાઇઝેશનના એક અધિકારીએ ગયા અઠવાડિયાના અંતમાં કહ્યું હતું કે, તેમને આશા છે કે ટીમનો રિપોર્ટ આગામી કેટલાક દિવસોમાં જાહેર કરી દેવામાં આવશે.

 


ઉલ્લેખનીય છે કે, દુનિયામાં કોરોના વાયરસના ચેપગ્રસ્તોનો આંકડો 12.67 કરોડને પાર પહોંચી ચૂક્યો છે. દુનિયાના 190થી વધુ દેશ કોરોના વાયરસની ઝપેટમાં આવી ચૂક્યાં છે. જ્યારે મહામારીથી 27.77 લાખથી વધુ લોકોના મૃત્યુ થયા છે. દુનિયામાં એક કરોડથી વધુ ચેપગ્રસ્તોની સંખ્યાવાળા દેશોમાં અમેરિકા બાદ બ્રાઝીલ બીજા નંબરે છે. જ્યારે ભારત ત્રીજા નંબરે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS