કોરોના વાયરસ ખતરનાક સ્તરે પહોંચ્યો : WHOએ જાહેર કરી મહામારી

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચીન, ઈરાન અને ઇટલીમાં ફેલાયાલા કોરોના વાયરસ વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ હવે કોરોના વાયરસને મહામારી જાહેર કર્યો છે. કોરોના વાયરસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભારતે વિદેશથી આવતા લોકોના વિઝા પર 15 એપ્રિલ સુધી રોક લગાવી છે. આ નિયમ 13 માર્ચ 2020 થી અમલી બનશે.
 

વિશ્વ આરોગ્ય સંગઠન જણાવ્યું હતું  કે,  COVID- 19 હવે મહામારી બની ચૂક્યો છે. આરોગ્ય સંસ્થાઓ આ વાયરસના ફેલાવા અંગે ચિંતિત છે. તે ખતરનાક સ્તરે પહોંચી રહ્યું છે. વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. ભારતમાં પણ કર્ણાટકમાં કોરોના વાયરસથી પહેલું મોત થયું છે. વિશ્વભરમાં કોરોનાવાયરસથી મોતનો આંકડો 3500ને પાર થયો છે અને આશરે 100000 જેટલા લોકોને તેને ચેપ લાગ્યો છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS