કૌન બનેગા મેયર-સ્ટે.ચેરમેન?: માર્ચના પ્રારંભે નિર્ણય

  • February 24, 2021 03:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકામાં ભાજપનું શાસન સુનિશ્ર્ચિત બની ગયું છે પરંતુ હજુ નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોની ચૂંટણીની આચાર સંહિતા અમલી હોય હાલમાં નવા પદાધિકારીઓની નિમણૂક માટેની કોઈ કાર્યવાહી તા.28 ફેબ્રુઆરી સુધી રાજકીયસ્તરે પણ હાથ ધરાશે નહીં. તા.28 ફેબ્રુઆરી બાદ મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસકપક્ષના નેતા અને શાસકપક્ષના દંડક સહિતના મુખ્ય પાંચ પદાધિકારીઓ તેમજ અન્ય 15 કમિટીઓના ચેરમેનોની નિમણૂકની પ્રક્રિયા આગળ ધપશે. તા.28 ફેબ્રુઆરી બાદ પક્ષિય ધોરણે મામલો હાથ પર લેવાશે અને સત્તાવાર જાહેરાત આચાર સંહિતા પૂર્ણ થયા બાદ તા.3 માર્ચ પછી કરવામાં આવશે તેમ મહાપાલિકાના વિશ્ર્વસનિય સૂત્રોમાંથી જાણવા મળે છે.

 


વિશેષમાં મહાપાલિકાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મેયર પદની પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે ઓબીસી પુરુષ અનામત છે અને ત્યારબાદની અઢી વર્ષની ટર્મ માટે મહિલા અનામત છે. હાલના તબકકે મેયરપદ માટે અડધો ડઝનથી વધુ નામો ચચર્મિાં છે જેમાં ડો.અલ્પેશ મોરઝરિયાનું નામ મોખરે મનાય છે. તદ્ ઉપરાંત હિરેન ખીમાણિયા, નિલેશ જલુ, પ્રદીપ ડવ, નરેન્દ્ર ડવ સહિતના નામો ચચર્મિાં છે. જ્યારે સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે પુષ્કર પટેલ, નેહલ શુકલ અને દેવાંગ માંકડ સહિતના નામો ચચર્મિાં છે. જો કે, મેયરની નિમણૂકમાં દરેક વખતે ભાજપ આશ્ર્ચર્યજનક નિર્ણય લે છે તે મુજબ ચચર્તિા નામોના બદલે અન્ય કોઈ નામ પણ આવે તો નવાઈ રહેશે નહીં. મેયરપદમાં ઓબીસી અનામત હોય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનપદમાં જનરલ કેટેગરીના કોઈ કોર્પોરેટરની નિમણૂક થશે તે નિશ્ર્ચિત મનાઈ રહ્યું છે. હાલના તબકકે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનપદ માટે નેહલ શુકલ અને દેવાંગ માંકડના નામ ચચર્મિાં મોખરે છે. તદ્ ઉપરાંત અન્ય વોર્ડમાં જે ઉમેદવારો વધુ લીડથી જીત્યા હોય અથવા તો મોટા માથાને પરાજિત કરીને આવ્યા હોય તેવા ઉમેદવારોને વધુ સારી કમિટીનું ચેરમેનપદ મળશે તે નકકી છે.

 


જો કે હાલ તો જીતેલા ઉમેદવારો કોર્પોરેટરપદ મળ્યાની ખુશીમાં જીતના જશ્ન મનાવી રહ્યા છે તો અનેક ઉમેદવારો તેમણે અને ટેકેદારો તેમજ કાર્યકરોએ રાખેલી માનતાઓ ઉતારવામાં વ્યસ્ત બની ગયા છે.


હજુ વિજેતા ઉમેદવારોના નામ ગેઝેટમાં પ્રસિધ્ધ થયા નથી. ગેઝેટમાં પ્રસિધ્ધ થયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


કોંગ્રેસ વિપક્ષી નેતાપદ માટે લાયક ન રહી
રાજકોટ મહાપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે તેમાં 18 વોર્ડની કુલ 72 બેઠકોમાંથી 68 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી છે અને ફકત 4 બેઠકો કોંગ્રેસને મળી છે ત્યારે કોંગ્રેસ હવે વિપક્ષી નેતા પદ માટે દાવો કરવાને લાયક પણ રહી નથી. લોકસભામાં સંસદીય નિયમો અનુસાર કુલ બેઠકના 10 ટકા બેઠક મેળવનાર પક્ષ વિપક્ષી નેતા પદ માટે દાવેદારી કરી શકે છે, જોકે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં આવો કોઇ નિયમ અમલી નથી પરંતુ હવે વિપક્ષી નેતા પદ આપવું કે નહીં તે શાસકોની મુનસફી પર આધારીત રહે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS