માતૃત્વ ધારણ કર્યા બાદ સ્ત્રીઓ માટે સાત કલાકથી વધુ ઊંઘ લેવી કેમ જરૂરી ? 

  • August 21, 2021 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માતા બન્યા પછી, મહિલાની ઊંઘમાં ખુબ ફેરફાર જોવા મળે છે. બાળકની સંભાળ, ઘરના કામો અને બીજી જવાબદારીઓન કારણે સામાન્ય રીતે માતૃત્વ ધારણ કરેલી સ્ત્રી માટે પૂરતી ઊંઘ મેળવવી મુશ્કેલ છે. આ કારણે, તેમને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ પણ થાય છે.

 

યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા લોસ એન્જલસના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, ઊંઘની ઉણપને કારણે નવી માતાઓમાં વૃદ્ધત્વનો વેગ ઝડપથી થાય છે. એટલે કે, વૃદ્ધાવસ્થાના લક્ષણો જોવા મળે છે. એટલા માટે માતા બન્યા પછી સ્ત્રીએ રોજની 7 થી 9 કલાકની આરામદાયક ઊંઘ કરવી ફરજીયાત છે.

 

સંશોધકોએ ગર્ભાવસ્થા દરમિયાન અને બાળકના જન્મ પછીના એક વર્ષ દરમિયાન 23 થી 45 વર્ષની 33 મહિલાઓનો પર આ અભ્યાસ કર્યો. આ દરમિયાન મહિલાઓના DNA પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પરીક્ષણનો મુખ્ય હેતુ એ હતો કે, મહિલાની વાસ્તવિક ઉંમર અને જૈવિક ઉંમર વચ્ચે કેટલો તફાવત જોવા મળે છે.

 

પરીક્ષણમાં જોવા મળ્યું કે, 'મહિલાઓ બાળકને જન્મ આપ્યા પછી ઓછામાં ઓછા છ મહિનાથી એક વર્ષ સુધી જો સાત કલાકથી ઓછી ઊંઘ લેતી હોય તો તેનું આયુષ્ય સાત કલાકથી વધુ ઊંઘ લેતી મહિલાઓની સાપેક્ષમાં ઓછું જોવા મળ્યું છે.' 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS