રાજકોટ–ગોંડલ હાઇ–વે પર અકસ્માતમાં પતિની નજર સામે પત્નીનું ઘટનાસ્થળે મોત

  • June 18, 2021 05:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોઠારીયા સોલ્વન્ટમાં રહેતું દંપતિ રીબડા નજીક કારખાનેથી પરત આવ્યા બાદ રસ્તો ક્રોસ કરતા હતા અને અજાણી કારે ઠોકરે લીધા, પતિ અન્ય દંપતીને પણ ઇજા

 


રાજકોટ–ગોંડલ હાઇવે પર રાત્રીના રોડ ક્રોસ કરી રહેલા બે દંપતિને અજાણી કારનો ચાલક ઠોકરે લઇ નાસી ગયો હતો.અકસ્માતમાં પતિની નજર સામે પત્નીનું ઘટનાસ્થળે જ કમકમાટીભયુ મોત થયું હતું.યારે પતિ ત્રણને ઇજા પહોંચી હતી.પોલીસે અજાણી કારના ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

 


અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,કોઠારીયા સોલવન્ટમાં સીતારમાં સોસાયટી મેઈન રોડ પર રહેતા કાજલબેન મયુરભાઈ ડેર (ઉ.વ.૨૫) તેના પતિ ઉપરાંત તેના જ વિસ્તારમાં રહેતા મામાજીના દિકરા હિતેષભાઈ અને તેના પત્ની સુરભીબેન સાથે રીબડા નજીક કારખાને કામે ગયા હતા. ત્યાંથી આજે રાત્રે પરત ઘરે આવવા માટે ગોંડલ હાઈવે પર કોઠારીયા સોલવન્ટથી આગળ રીક્ષામાંથી ઉતર્યા હતા. દરમ્યાન ચાલુ વરસાદે ચારેય માર્ગ ઓળંગી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે ઘસી આવેલા અજાણી કારના ચાલકે ચારેયને હડફેટે લીધા બાદમાં કાર હંકારી મૂકી હતી.

 


આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા કાજલબેનનું ઘટના સ્થળે જ કમકમાટીભયુ મોત થયું હતું. જયારે તેના પતિ સહિત ત્રણેયને ઈજાઓ થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.બનાવની જાણ થતા આજીડેમ પોલીસ મથકના મનહરસિંહ સહિતના સ્ટાફે ઘટના સ્થળે હોસ્પિટલે પહોંચી જરી કાર્યવાહી કરી હતી.
મૃતકના પતિ મયુરભાઈ લખુભાઈ ડેરની ફરીયાદ પરથી અકસ્માત બાદ ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહનના ચાલક સામે આજીડેમ પોલીસે ગુનો નોંધી તેને ઝડપી લેવા શોધખોળ શ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS