પીચ ટેસ્ટ ક્રિકેટ રમવા માટે યોગ્ય હતી કે નહી નક્કી કરવાનું કામ ખેલાડીઓનું નહીં પણ આઈસીસીનું છે
ભારતસામે ત્રીજી ટેસ્ટમાં મળેલી હાર બાદ ઈંગ્લેન્ડની ટીમ અમદાવાદની પીચ અંગે સવાલો ઉભા કરી રહી છે. ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટનું કહેવુ છે કે આ પીચ ટેસ્ટ ક્રિકેટ રમવા માટે યોગ્ય હતી કે નહી નક્કી કરવાનું કામ ખેલાડીઓનુ નહી પણઆઈસીસીનું છે. તો બીજી તરફ ભારતના દિગ્ગજ ખેલાડી સુનિલ ગાવસ્કરે કહ્યું કે, રોહિત શમર્િ અને ક્રાઉલીએ આજ પીચ પર ફિફ્ટી ફટકારી છે. ઈંગ્લેન્ડના ખેલાડીઓ રન બનાવવાને બદલે વિકેટ બચાવવા માટે રમતા હતા.
શું છે આઈસીસીનો નિયમ
આઈસીસીના નિયમ અનુસાર એક ખરાબ પિચ એવી હોય છે જેમા બોલ અને બેટ વચ્ચે બરાબર મુકાબલો ન થઈ શકતો હોય, અથવા તો તે પિચ પર બેટ્સમેનને વધુ મદદ મળતી હોય અને બોલરોને બોલિંગમાં કોઈ મદદ ન મળતી હોય. પછી ભલે તે ફાસ્ટ બોલર હોય કે સ્પ્નિર. અથવા તેવી પિચ જ્યાં બોલરોને સારી મદદ મળતી હોય અને બેટ્સમેનથી રન ન બનતા હોય.
એક પિચને ખરાબ રેટિંગ ત્યારે મળે છે જ્યારે તેના પર સ્પ્નિ બોલરોને વધુ મદદ મળી રહી હોય, ખાસ કરીને મેચના શરૂઆતના દિવસોમાં. જો કે આમાં એશિયાને પિચોને થોડી છૂટછાટ આપવામાં આવી છે.
જો મેચ ભારત,શ્રીલંકા,પાકિસ્તાન કે બાંગ્લાદેશમાં રમાઈ રહી હોય તો અંહિયા પહેલા દિવસથી સ્પ્નિરોને મદદ મળે તે નક્કી છે. આઈસીસીનો નિયમ કહે છે કે, જો કે અસમાન ઉછાળ સ્વિકાર્ય નથી, એ નક્કી છે કે જેમ જેમ રમત આગળ વધશે તેમ તેમ સ્પ્નિરોને વધુ મદદ મળશે અને અસમાન ઉછાળ પણ જોવા મળશે.
જો આટલુ થવા છતા પણ પિચને ખરાબ આપી શકાય નહીં. અમદાવાદની પિચ પર 30માથી 28 વિકેટ સ્પ્નિરોએ લીધી છે. પિચથી સ્પ્નિરોને મદદ મળી, જેથી પાર્ટ ટાઈમ બોલર જો રૂટને પણ 5 વિકેટ મળી. જણાવી દઈએ કે 2018 બાદ કોઈ પણ પિચને ખરાબ રેટિંગ આપવામાં આવી નથી. 2018માં આઈસીસીએ સાઉથ આફ્રિકાની પીચને આશાનુરૂપ ખરાબ ગણાવી હતી. ભારતે સાઉથ આફ્રિકાની સામે જબરદસ્ત કમબેક કરીને 63 રને મેચ જીતી હતી. મેચમાં લગભગ 296 ઓવર ફેકવામા આવી હતી અને જેમા 805 રન બન્યા હતા અને 40 વિકેટ પડી હતી.
પરંતુ આ વિષય ઘણા મામલે ચચર્નિો વિષય રહી છે કેમ કે બન્ને ટીમના ઘણા બેટ્સમેનને અનપેક્ષિત બાઉન્સ અને વધારે સીમ મૂવમેન્ટના કારણે ઈજા પણ થઈ હતી. મેચના ત્રીજા દિવસે જ્યારે જસપ્રિત બુમરાહની બાઉન્સર ડીન એલ્ગરના હેલ્મેટ પર લાગી ત્યારે અમ્પાયરોએ મેચને રોકી દીધી હતી. કેમ કેતેમને લાગ્યું કે મેચ ચાલુ રાખવી ખતરનાક સાબિત થઈ શકે છે.
પિચને ખરાબ ઠેરવવામા આવે તો શું થાય?
જો કોઈ પિચને ખરાબ જાહેર કરવામાં આવે તો તેને ત્રણ ડિમેરિટ પ્વોઈન્ટ આપવામાં આવે છે. નિયમ અનુસાર મેચ રેફરી જે મેચ સ્થળની પિચને સરેરાશથી નિમ્ન જાહેર કરે છે તેને એક ડિમેરિટ આપવામા આવે છે જ્યારે જે પિચને ખરાબ અને અનફિટ જાહેર કરવામાં આવે છે તેમે ક્રમશ: ત્રણ અને પાંચ ડિમેરિટ પ્વોઈન્ટ આપવામાં આવે છે. આઈસીસી અનુસાર ડિમેરિટ પ્વોઈન્ટ પાંચ વર્ષ સુધી પ્રક્રિયામાં બન્યા રહે છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના આયોજન માટે તેને 12 મહિના માટે પ્રતિબંધિત કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા નોંધાયેલા કેસનો આંક 10000ને પાર : 110 મોત
April 18, 2021 07:38 PM28 જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રા : જૂઓ બાબા બર્ફિલાની પ્રથમ તસ્વીર
April 18, 2021 05:58 PMઉત્તરાખંડમાં કોરોનાનો કહેર : કોરોના સેન્ટરમાંથી ભાગ્યા 20 કોરોના સંક્રમિત દર્દીઓ
April 18, 2021 04:53 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech