મધ્ય એપ્રિલમાં કોરોના ટોચ પર હશે: મેના અંતમાં ઘટશે

  • April 03, 2021 09:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોના મધ્ય એપ્રિલમાં ટોચ પર હશે, મેના અંતમાં ઘટાડો
વિજ્ઞાનીઓએ કર્યો દાવો: 15 થી 20 એપ્રિલ વચ્ચે રોજના 1 લાખ દર્દી હશે

 



વિજ્ઞાનીઓએ ચોક્કસ ગણતરી કરીને દાવો કર્યો હતો કે દેશમાં કોરોનાની બીજી લહેર એપ્રિલના મધ્યમાં સર્વોચ્ચ શિખરે હશે, પરંતુ મેના અંત સુધીમાં તેમાં ઘટાડો થવાની શક્યતા છે.

 


અગાઉ, દેશમાં કોરોનાની પ્રથમ લહેર ફેલાઇ હતી ત્યારે ચોક્કસ ગણતરીના આધારે આગાહી કરાઇ હતી કે કોરોનાની લહેર સપ્ટેમ્બરમાં સર્વોચ્ચ શિખરે હશે અને 2021ના ફેબ્રુઆરીમાં તેમાં ઘટાડો થશે.

 


કાનપુરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (આઇઆઇટી)ના મનિન્દ્ર અગ્રવાલ સહિતના વિજ્ઞાનીઓએ કોરોનાના દરરોજ વધી રહેલા દરદીઓના આંકડાની ગણતરી કરીને આગાહી કરી હતી કે કોરોનાની બીજી લહેર એપ્રિલના મધ્યમાં સર્વોચ્ચ શિખરે હશે. અગ્રવાલે જણાવ્યું હતું કે દેશમાં 15થી 20 એપ્રિલની વચ્ચે કોરોનાના દરદીઓની સંખ્યા ઘણી વધી શકે છે.

 


આમ છતાં, 15થી 20 એપ્રિલ દરમિયાન કોરોનાના દૈનિક નવા દરદીઓની સંખ્યા લગભગ એક લાખ જેટલી રહેશે. વિજ્ઞાનીઓએ કરેલી ધારણા મુજબ દેશમાં કોરોનાની હાલની લહેર પંજાબમાં અને ત્યાર બાદ મહારાષ્ટ્રમાં ઝડપી બનશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS