શું ન્યારી ડેમ જ બનશે ત્રીજી લહેરનો પીક પોઇન્ટ? : પોલીસ તો શોધ્યે પણ મળતી નથી

  • June 21, 2021 05:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ દ્રશ્યો પોલીસને નહીં દેખાતા હોય ? રાજકોટમાં ન્યારી ડેમ પિકનિક પોઇન્ટ તો છે પણ હવે કોરોનાની ત્રીજી લહેર માટે જાણે પીક પોઇન્ટ પણ બની જશે તેવા દ્રશ્યો ન્યારી ડેમ પર માનવ મહેરામણના હોય છે. સવાલ એ ઉઠે કે તાલુકા પોલીસને શું ન્યારી ડેમ તરફ દોટ મુકતા હજારો શહેરીજનો, સરાજાહેર ઉડતી સોશિયલ ડિસ્ટન્સની ધજીયા, ઉઘાડા મોઢે, માસ્ક વીના ડેમ પર મોજ માણવા આવેલા અસંખ્ય ચહેરાઓ નહીં દેખાતા હોય ? ન્યારી ડેમ વિસ્તારમાં કપલના 'શિકાર'ની શોધમાં સતત ફરતી રહેતી પોલીસે કોરોના ગાઇડલાઇન કાયદાના અનુશાસન માટે પણ ફરજ બજાવવી જરૂરી છે. સહેલાણીઓ માટે રજા અને રવિવાર તો જાણે ન્યારી ડેમ જ દેખાય તેમ એ તરફ દોટ હોય છે. એમાંય વરસાદ પડયો એટલે કાલે તો એ હદે ન્યારી ડેમની ચોતરફ ચિકકાર ભીડ હતી કે ત્યાં ભીડમાં બે, ચાર કોરોના પોઝિટિવ કે ઇફેકિટવ હોય તો સમજો કે પૂરા શહેરમાં કોરોના વાયરસ સહેલાઇથી પ્રસરી જાય. સવારથી મોડી સાંજ સુધી ન્યારી ડેમના માર્ગ પર ટ્રાફિક જામના પણ સતત દ્રશ્યો રહ્યા હતાં. કોરોના અટકાવવા અવનવી એપ્સ કે અન્ય માર્ગેાના હિમાયતી પોલીસ કમિશનર આ સંબંધે પોલીસ પર કડકાઇ દાખવે તો જ પોલીસ ન્યારી ડેમે નિાથી ફરજ બજાવશે. તાલુકા પોલીસની સાથે ટ્રાફિક પોલીસે પણ ખાસ રજાના દિવસોએ તો ત્યાં સવારથી ફરજ પર રહી ટોળાં વિખેરવા જોઇએ નહીં તો કદાચ કોરોના માટે ન્યારી ડેમ જ બનશે નિમિત.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS