મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓ આ લાઈન કયારેય બંધ કરાવી શકશે ખરા ?

  • February 26, 2021 04:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક તરફ રાજકોટ સ્માર્ટ સિટી બની ગયાનું જાહેર કરાય છે. મોબાઈલ ગવર્નન્સ અને ઈ-ગવર્નન્સની વાતો થાય છે પરંતુ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં આવેલી જન્મ-મરણ નોંધણી શાખામાં દરરોજ અરજદારોની લાંબી કતારો નજરે પડે છે. નવનિયુકત પદાધિકારીઓ આ પ્રકારના દાખલા મેળવવા માટેની લાઈનો બંધ કરાવે તેવું લાખો શહેરીજનો ઈચ્છી રહ્યા છે.

 

 

મહાપાલિકાની જન્મ-મરણ નોંધણી શાખામાં અરજદારોની લાઈનનો કયારે અંત આવશે તે ખુદ શાખાનો સ્ટાફ પણ કહી શકે તેમ નથી. નોંધણી શાખાનો મ સાંકડો અને અરજદારો જાજા તેવી સ્થિતિ રોજિંદી જોવા મળે છે. ઓનલાઈન દાખલા આપવાની સુવિધા તો છે પરંતુ અનેક વખત ઓનલાઈન દાખલા મળતા ન હોય અરજદારોને બ કચેરીએ આવવું પડે છે. ખાસ કરીને જ્યારે જન્મ-મરણ નોંધણીના દાખલામાં સુધારા કરાવવાના હોય ત્યારે તો અચૂક બ આવવું પડે છે અને આ પ્રકારે બ કચેરીએ આવેલા અરજદારોની દરરોજ લાઈન લાગે છે. જો નવનિયુકત પદાધિકારીઓ આ સમસ્યા ઉકેલી દેશે તો શહેરીજનો તેમના આભારી રહેશે !


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS