આ રાજ્યમાં થશે સંપૂર્ણ લોકડાઉન ? ક્લિક કરીને વાંચો વિગતે

  • April 03, 2021 12:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે સમીક્ષા બેઠક બાદ રાજ્યના લોકોને સંબોધન કરશે. મુખ્યમંત્રીના સંબોધન પૂર્વે અટકળો તેજ થઈ ગઈ છે કે તેઓ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી શકે છે. 

સીએમ ઠાકરે દ્વારા આ સંબોધન વિશે મુંબઈની મેયર કિશોરી પેડનેકરે માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે સંબોધન દરમિયાન તેઓ સખ્તાઇ જાહેર કરી શકે છે.

દેશમાં કોરોનાની નવી લહેરથી સૌથી વધુ અસરગ્રસ્ત મહારાષ્ટ્રના પૂનામાં નાઇટ કર્ફ્યુની ઘોષણા કરવામાં આવી છે, આ નિર્ણય શનિવાર 3 એપ્રિલથી અમલમાં આવશે અને આવતા શુક્રવારે તેની સમીક્ષા કરવામાં આવશે. આ રાત્રિ કર્ફ્યુ સાંજે 6 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી અમલમાં રહેશે. દેશના ઘણા શહેરોમાં લાદવામાં આવેલા નાઇટ કર્ફ્યુની તુલનામાં આ સૌથી લાંબી કર્ફ્યુ હશે.

પુનાના વિભાગીય કમિશનરે માહિતી આપી. તેમણે કહ્યું કે, બાર, હોટલ, રેસ્ટોરન્ટ પણ આગામી 7 દિવસ માટે બંધ રહેશે. આ ઉપરાંત લગ્ન અને અંતિમ સંસ્કાર સિવાય કોઈપણ પ્રકારના જાહેર કાર્યક્રમો ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે. 50 થી વધુ લોકોને લગ્નમાં જોડાવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને 20 થી વધુ લોકો અંતિમવિધિમાં ભાગ લેશે નહી. આ સમય દરમિયાન તમામ ધાર્મિક સ્થળો પણ સંપૂર્ણ બંધ રહેશે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS