શિયાળામાં જીવલેણ થઈ શકે સીઝનલ ડીપ્રેસન, જાણી લો તેમના લક્ષણો

  • October 28, 2020 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મૌસમ ચેન્જ થઇ ગઈ છે.અને શિયાળાની શરૂઆત પણ થઇ ગઈ છે.ત્યારે ઘણા લોકોને હવામાનમાં  થતા ફેરફારને ડીસઓર્ડર જેવી જેવી મુશ્કેલી પણ થાય છે. ડીસઓર્ડરએ મોટા ભાગે શિયાળામાં થતી હોવાથી તેને વિન્ટર ડીપ્રેસન અથવા વિન્ટર બ્લુઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે એસ.એ.ડી.ને મોસમી હતાશા એટલે કે સીઝનલ ડિપ્રેશન તરીકે પણ ઓળખવામાં આવે છે.

 

હાલમાં વિશ્વભરમાં કોવિડ -19ની મહામારીના ફેલાવાને કારણે લોકોને સામાજિક અંતરના નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. એક તરફ, કોવિડ -19 ના ફેલાવાને ઘટાડવામાં સામાજિક અંતર અસરકારક માનવામાં આવે છે, ત્યારે નિષ્ણાતોનું માનવું છે કે સામાજિક અંતરને કારણે શિયાળામાં એસ.એ.ડીની અસર વધુ ગંભીર બની શકે છે.પાનખર અને શિયાળાની શરૂઆતમાંઅને  છેલ્લા દિવસોમાં એસ.એ.ડી.ની અસર વધુ જોવા મળે છે. ત્યારે નિષ્ણાતોના કહેવા મુજબ ડિસઓર્ડરના લક્ષણોને અવગણવા જોઈએ નહીં. તો તમે પણ જાની લો ડિસઓર્ડરના લક્ષણો 

 

 એસ.એ.ડીના લક્ષણો 

હતાશા લાગવી 

બધા સમય ઉદાસ રહેવું 

નકારાત્મક વિચારો આવવા 

શક્તિનો અભાવ હોવો 

હાઈ કાર્બ્સ ખોરાક ખાવાની ઇચ્છા થવી 

અનિદ્રાની સમસ્યા થવી.

ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડવી 

શિયાળા દરમિયાન જોવા મળતાએસ.એ.ડી.ના લક્ષણો 

શક્તિનો અભાવ 

દિવસ દરમિયાન વધુ પુરતી ઊંઘ આવવી 

વધુ માત્રામાં ભૂખ લાગવી 

લોકોથી દૂર રહેવાની ઇચ્છા થવી 

 


સીઝનલ ડિપ્રેશન થવાના કારણો 

 

સીઝનલ ડિપ્રેશન થવાના ચોક્કસ કારણો તો હજુ સુધી નથી મેળવી શકાયા પરંતુ, નિષ્ણાતો આને વારસાગત હોવાનું માને છે. અથવા તો વધુ ધૂપમાં રહેતા લોકોને શિયાળાની મૌસમમાં ધૂપ ન મળતી હોવાથી પણ આ સમસ્યા થઈ શકે છે.

શરીરમાં હાજર એવા મેલાટોનિનના નામના એક કેમિકલનો ધટાડો થવાથી પણ મોસમી ડિપ્રેસનનું જોખમ વધી શકે છે. સૂર્યપ્રકાશનાં અભાવને કારણે પણ મેલાટોનિનના સ્તરમાં ઘટાડો થાય છે અને તે સીઝનલ ડિપ્રેશનને નોતરે છે.

 

સીઝનલ ડીપ્રેસનનું નિદાન અને સારવાર 

સીઝનલ ડીપ્રેસન અને માનસિક ડીપ્રેસનના લગભગ સમાન હોવાને કારણે, તેનું નિદાન કરવું મુશ્કેલ છે. પરંતુ ફીસીકલ ટેસ્ટ અને બ્લડ ટેસ્ટ દ્વારા આની ખાતરી કરી શકાય છે. વધુ પડતા કેસમાં ડોકટરો બ્લડ ટેસ્ટની ભલામણ કરે  છે. બ્લડ ટેસ્ટયહી થાઇરોઇડની માત્રા જાણી શકાય છે અને તેનો ઇલાજ કરવામાં સરળતા રહે છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS