શરદીએ ભારતમાં ઘણાના જીવ કોરોનાથી બચાવ્યા

  • March 24, 2021 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ભારતમાં કોરોનાની બીજી લહેરમાં કેસો સતત વધી રહ્યા છે. પોઝિટિવ દર્દીઓનો આંકડાના દ્રષ્ટિએ ભારત દુનિયામાં ત્રીજા નંબરે છે, પરંતુ જે રીતે સંક્રમણ વધ્યું છે એ હિસાબે અમેરિકા અને યુકે જેવા દેશોની સરખામણીમાં ભારતમાં મોતનો આંકડો ઓછો નોંધાયો છે. આ ખુલાસો નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈમ્યુનોલોજી અને એઈમ્સના વૈજ્ઞાનિકોએ કર્યો છે. એક સ્ટડીમાં તેમણે ભારતમાં કોરોના સંક્રમણથી મૃત્યુનો દર ઓછો હોવાનું કારણ જણાવ્યું છે. આ સ્ટડી મેડિકલ જર્નલ ફ્રન્ટિયર ઈન ઈમ્યુનોલોજીમાં પબ્લિશ થઈ છે.

 


રિસર્ચર્સે કોરોના વાયરસ પહેલાના સમયમાં કેટલાક વ્યક્તિઓના લોહીના 66 ટકા બ્લડ સેમ્પલ અને પ્લાઝમા એકત્ર  જેમાં સંક્રમણનો કોઈ ખતરો ન દેખાયો. રિસર્ચર્સને પોતાની સ્ટડીમાં જાણવા મળ્યું કે, બ્લ્ડ સેમ્પલ અને પ્લાઝમામાં SARC-CoV-2ની સામે સીડી4+ટી એ પ્રભાવી રિએક્શન આપ્યું છે. હકીકતમાં, SARS-CoV-2ના કારણે જ કોરોના વાયરસનું સંક્રમણ થાય છે. તેનાથી પણ મહત્વપૂર્ણ વાત એ હતી કે, હેલ્ધી ડોનરના ઓછામાં ઓછા 21 ટકા નમૂના હતા, જેણ SARS-CoV-2સ્પાઈક પ્રોટીનનો જવાબ આપ્યો. રિસર્ચર્સની આ સ્ટડી કોવિડથી પ્રભાવિત 28 અને કોરોનાના જોખમ વિનાના 32 વ્યક્તિઓની ઈમ્યૂન પ્રોફાઈલ (ટી સેલ)ના વિશ્લેષણ પર આધારિત હતી, જે કોરોના વાયરસ સંક્રમણના હળવા લક્ષણો દેખાયા બાદ લેવાયા હતા. હકીકતમાં, ટી-સેલ શ્વેત રક્ત કોશિકાઓનો એક પ્રકાર છે, જે શરીરની ઈમ્યૂન સિસ્ટમમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.

 


CD4 T-cellsને હેલ્પર સેલ મનાય છે, કેમકે તે સંક્રમણને બિનઅસરકારક નથી બનાવતા, પરંતુ સંક્રમણ માટે શરીરની પ્રતિક્રિયાને ટ્રિગર કરે છે, એટલે કે શરીરમાં એવી શક્તિઓ પેદા કરે છે, જે પોતે સુક્ષ્મ હોઈ શકે. એઈમ્સ બાયોકેમેસ્ટ્રી વિભાગના એસોસિએટ પ્રોફેસર ડો. અશોક શમર્િ મુજબ, ટી કોશિકાઓની ઉપસ્થિતિ જે SARS-CoV-2 સ્પાઈક પ્રોટીન અને એ લોકોમાં બિન-સ્પાઈક પ્રોટીનને વધારવા માટે જવાબદાર હોય છે, જે કોરોનાથી ક્યારેય સંક્રમિત ન થયા હોય. એ કારણે તે જ્યારે વાયરસના કોન્ટેક્ટમાં આવે છે તો સામાન્ય શરદી થાય છે.

 


સ્ટડીના મુખ્ય લેખક અને એઙ્ગઆઈઆઈમાં વેક્સીન ઈમ્યુનોલોજી ડિવિઝનના ચીફ ડો. નિમેશ ગુપ્તા મુજબ, કોરોના વાયરસથી જ્યારે ટી સેલનો ક્રોસ રિએક્ટિવ થાય છે, તો સામાન્ય શરદીનું કારણ બની શકે છે, તે સેલ કોવિડ સંક્રમણ સામે રક્ષણ નથી કરતા, પરંતુ SARS-CoV-2નો જવાબ આપી રોગની ગંભીરતાને ઓછી કરી શકે છે. તો, એમ્સના પૂર્વ પ્રોફેસર ડો એન એક મેહરાએ જણાવ્યું કે, ભારતમાં કોરોનાનો મૃત્યુ દર 1.5 ટકાથી ઓછો છે, જ્યારે અમેરિકા જેવા દેશોમાં 3 ટકાથી વધુ છે. મેક્સિકોમાં મૃત્યુદર 10 ટકાથી વધુ હોવાનું પણ તેમણે જણાવ્યું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS