ગુજરાતમાં ચોમાસાએ એન્ટ્રી લીધાની સાથે જ વરસાદનું જોર ઘટયું

  • June 10, 2021 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માત્ર ચાર જિલ્લાના 15 તાલુકામાં વરસાદ: જલાલપોરમાં 4, નવસારીમાં અઢી, કપરાડામાં 2 ઈચ વરસાદનૈઋત્યનું ચોમાસું તેના નિર્ધિરિત સમય કરતા છ દિવસ વહેલું ગઈકાલે ગુજરાતમાં આવી ગયું છે પરંતુ એન્ટ્રી સાથે જ વરસાદનું જોર નબળું પડ્યું છે અને હવે આજે તથા આવતીકાલે બે દિવસમાં સામાન્ય છૂટા છવાયા ઝાપટા પડશે અને ત્યારબાદ ચોમાસું ફરી સક્રિય બનશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

 


ગઈકાલે બપોરે વલસાડથી નૈઋત્યના ચોમાસાએ એન્ટ્રી લીધા બાદ છેલ્લા 24 કલાક દરમિયાન વલસાડ અને નવસારી જિલ્લામાં સામાન્ય ઝાપટા થી ચાર ઇંચ પાણી પડયું છે નવસારી જિલ્લાના જલાલપોરમાં 4 નવસારીમાં અઢી ઇંચ પાણી પડયું છે જ્યારે ચીખલીમાં માત્ર સામાન્ય ઝાપટા પડ્યા છે વલસાડ જિલ્લાના કપરાડામાં બે, ઉમરગામ, ધરમપુર અને વાપીમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે સવારે આઠ વાગે પુરા થતાં 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યના માત્ર ચાર જિલ્લાના 15 તાલુકામાં વરસાદ થયો છે અને તેમાં પણ મોટાભાગના સ્થળોએ તો સામાન્ય ઝાપટા પડ્યા છે જલાલપુર નવસારી અને કપરાડામાં નોંધપાત્ર વરસાદ થયો છે.

 


શનિવારથી વલસાડ-નવસારી જિલ્લામાં ભારે વરસાદની આગાહી: માછીમારોને ચેતવણી
હવામાન ખાતાના જણાવ્યા મુજબ શનિવારથી વરસાદનું જોર વધશે અને નવસારી વલસાડ દમણ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે અરબી સમુદ્રમાં ભારે કરંટ હોવાના કારણે તોફાની પવન ફૂંકાઇ રહ્યો છે અને પ્રતિ કલાકના 40થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો હોવાથી માછીમારોને દરિયામાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે.

 


બંગાળની ખાડીમાં કાલે સર્જાશે લો પ્રેશર
બંગાળની ખાડીમાં ઉત્તર તરફના ભાગમાં આવતીકાલે લો પ્રેશર સર્જાશે અને તેના કારણે નૈઋત્યના ચોમાસાને આગળ વધવામાં વધુ સાનુકૂળતા ઉભી થશે. કાલે લો પ્રેશર ઉભું થયા બાદ એ વધુ મજબૂત બનીને ઓડીશા ઝારખંડ અને છતીસગઢ તરફ આગળ વધશે અને આ વિસ્તારોમાં શનિવારથી ત્રણ દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી છે. ઈસ્ટ અને તેને સંલગ્ન સેન્ટ્રલ ઇન્ડિયાના મોટાભાગના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS