વિશ્વ ૫ર્યાવરણ દિવસ : રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં પવિત્ર તુલસીના ૨૧ લાખ રોપાઓનું વિતરણ

  • June 05, 2021 09:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર વિશ્વમાં ૫મી જૂન વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવાય છે ત્યારે પર્યાવરણ જતન અને સંરક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા સધન કામગીરી કરવામાં આવી રહી છે. આ માટે  સૌ નાગરિકો સંકલ્પબદ્ધ બને એ આજના સમયની તાતી જરૂરિયાત છે. સંયુકત રાષ્ટ્રસંઘ યુ.એન. દ્વારા “ઇકોસીસ્ટમ રીસ્ટોરેશન” આ વર્ષને જાહેર કરવામાં આવ્યુ છે એ સંદર્ભે પણ રાજ્ય સરકાર દ્વારા અસરકારક આયોજન કરાઇ રહ્યુ છે. 


નાયબ વનસંરક્ષક પ્રકાશન અને સપર્ક વિભાગની યાદીમાં જણાવ્યાનુસાર ગુજરાત ખુબ જ વિવિઘતા સભર ઇકોસિસ્ટમ ઘરાવતુ રાજ્ય છે, ગુજરાતમાં ઘાસીયા મેદાનો, જંગલો, દરીયાઈ વિસ્તાર અને રણો આવેલા છે. ગુજરાતમાં કુલ ભૌગોલીક વિસ્તારનો ૧૧% વિસ્તાર વનોનું આવરણ ઘરાવે છે. જે પ્રમાણે ૧૪,૭૫૭ ચોરસ કિલોમીટર વન વિસ્તાર છે. ગુજરાત સરકાર અને વન વિભાગના પ્રયત્નોથી તેમાં છેલ્લા બે વર્ષ દરમ્યાન ૧૦૦ ચોરસ કિ.મી.ની વૃઘ્ઘિ કરવામાં આવી છે. ગુજરાતનું ગૌરવ સમાન એશીયાઈ સિંહ અને ઘુડખરના અંતિમ રહેઠાણોનું સંરક્ષણ પણ કરવામાં આવી રહયુ છે. કચ્છના મોટા રણમાં આવેલું કચ્છ અભ્યારણએ ગ્રેટર ફલેમીંગો (સુરખાબ) માટે દક્ષિણ એશીયાનું આ એક માત્ર પ્રજજન કેન્દ્રને “ફલેમીંગોનું શહેરની” ગૌરવભરી ઓળખ મળી છે ઉપરાંત અનેક યાયાવર ૫ક્ષીઓ પણ અહીં આવે છે. ભારતમાં ગુજરાતનો દરીયા કાંઠે દેશમાં બીજા ક્રમે સૌથી મોટું ચેરનું વન એટલે કે મેનગ્રુવનું હરીત આવરણ ઘરાવે છે.
           

રાજ્ય સરકાર દ્વારા વનીકરણ, અને ઔષઘિય વનસ્પતિઓના સંરક્ષણ અને સંર્વઘનના વ્યા૫ક પ્રયાસો કરવામાં આવી રહયા છે. તાજેતરની કોરોના મહામારીમાં લોકોના આરોગ્યના રક્ષણ માટે આયુષ્ય રથ દ્વારા રાજયના તમામ વિસ્તારોમાં આયુર્વેદિક ઉકાળા-ઔષઘિઓનું વિતરણ કરવામાં આવ્યું છે. વન વિભાગ નાગરિકોના આરોગ્ય માટે ઔષઘિય વનસ્પતિઓના સંરક્ષણ અને સંર્વઘનના સઘન પ્રયાસો કરવામાં આવી રહયા છે.


વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત વન વિભાગ દ્વારા આ વર્ષે ૫વિત્ર તુલસી ૨૧ લાખ રોપાઓનું લોકોને વિતરણ કરીને વિશ્વ પર્યાવરણ દિવસની સાર્થક ઉજવણીનું આયોજન કર્યુ છે. જેના હેઠળ અમદાવાદ મહાનગર પાલિકા વિસ્તારમાં - પ લાખ, સુરત મહાનગર પાલિકા વિસ્તારમાં –ર લાખ, વડોદરા મહાનગર પાલિકા વિસ્તારમાં – ૧ લાખ, રાજકોટ મહાનગર પાલિકા વિસ્તારમાં – ૧ લાખ અને ગાંઘીનગર, જુનાગઢ, ભાવનગર અને જામનગર મહાનગર પાલિકાએ પ્રત્યેક ૫૦ હજાર તથા અન્ય સ્થળોએ તુલસી છોડનું વિતરણ કરી લોક જાગૃતિ કેળવાશે. આ દિવસે રાજયભરમાં પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા છે. જિલ્લા અને તાલુકા સ્તરે તમામ કચેરીઓમાં જગ્યાની ઉ૫લબ્ઘી પ્રમાણે તુલસી રો૫ણ કરવામાં આવશે. રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્યપ્રાણી અભ્યારણ્યોમાં પ્લાસ્ટીક કચરાના નિકાલની ઝુંબેશ હાથ ઘરવામાં આવશે. 


૫ર્યાવરણના જતન માટે પેટ્રોલીયમ ઉત્પાદનોના વ૫રાશથી પ્રદૂષણ ઓછું થાય તે માટે ઇથેનોલ મિશ્રિત બળતણને પ્રોત્સાહન આ૫વા માટે રાજય સરકાર ઘ્વારા ખાંડ અને  ડીસ્ટીલરી ઉત્પાદકોના વિસ્તૃતિકરણ માટે દિન-૧૫ મા પર્યાવરણીય મંજુરી તથા કન્સેન્ટ ટુ  એસ્ટાબ્લીશ આ૫વાનો નિર્ણય કરેલ છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ઘ્વારા રાજયમાં આવેલ કારખાનાઓમાંથી ઉત્પન્ન થતા જોખમી કચરાને સિમેન્ટ ઉદ્યોગ મા વપરાશ ની યોજનાથી કુદરતી સંશાધનો અને કોલસો , ગેસ જેવા બળતણનો બચાવ થયેલ છે અને અત્યાર સુધીમા કુલ-૩૦  મીલીયન મે.ટન જેટલા જોખમી કચરાને આ રીતે નિકાલ કરાયેલ છે.  કોવિડ-૧૯ ની વૈશ્વિક મહામારી દરમ્યાન રાજયમાં અત્યાર સુધી કુલ-૪૭ લાખ કી.ગ્રામ જેટલો કોવિડ બાયોમેડલ વેસ્ટને  ૨૦ જેટલી  કોમન બાયોમેડીલ વેસ્ટ ઇન્સીનરેશન ફેસેલીટી મારફતે વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવેલ છે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્રારા આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે પર્યાવરણના   Re-imagine, Recreate   અને  Restore વિષય માટે ઓનલાઇન કવીઝ, નિબંઘ લેખન, વેબીનાર  નુ ઉદ્યોગો,  સ્ટેક હોલ્ડર્સ, એનજીઓ અને નાગરિકોની મદદથી આયોજન કરવામાં આવ્યુ છે. 

 

ચક્રવાત તાઉતે તેના વિ૫રિત પ્રભાવથી દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉખડી ગયેલા વૃક્ષોને ફરીથી રોપવાની સઘન કામગીરી હાથ ઘરવામાં આવી છે.જાયકા (જે.આઈ.સી.એ.)ના સહયોગથી આ વર્ષેની નિવસન તંત્રના પુર્નસ્થાપનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. આ પ્રોજેકટના ત્રીજા તબકકામાં રાજયના લોકો માટે રોજગારીની તકોના સર્જન અને આજીવિકાના વિસ્તારની પ્રવૃતિઓ હાથ ઘરવામાં આવશે. 
           

ગુજરાત વન વિભાગના માઘ્યમથી વન વિસ્તાર સિવાયના વિસ્તારોમાં વૃક્ષ આવરણના સર્જનમાં મોખરે છે. વન વિભાગે વૃક્ષ આવરણ વઘારવાના હેતુસર આયુષ વન, ગ્રામ વન, હરિયાળુ ગામ યોજના, વૃક્ષ ખેતી યોજના, વન મહોત્સવ અને શાળાના વિઘાર્થીઓ માટે કિશાન નર્સરી જેવા આયોજન શરૂ કર્યા છે. ઉત્તરાયણના તહેવારોમાં મુંગા પક્ષીઓના રક્ષણ માટે કરૂણા અભિયાન હેઠળ રાજય સરકારે વ્યાપક પ્રયત્નો શરૂ કર્યા છે. જેમાં ૫શુપાલન વિભાગના તબીબો, સ્વૈચ્છિક સેવા સંસ્થાઓના સ્વયં સેવકો ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર રાજય સરકારે ઉત્તરાયણમાં પતંગ-દોરાથી ઘાયલ ૫ક્ષીઓને ઉગારવાની આ વ્યવસ્થાને જિલ્લાસ્તર સુઘી વિસ્તારી અને સંકલિત કરી છે. ભારત સરકારે ફેબ્રુઆરી-૨૦૨૦માં સીએમએસ સીઓપી-૧૩ (કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ ઓન કન્ઝર્વેશન ઓફ માઇગ્રેટરી સ્પીસીસ ઓફ વાઈલ્ડ એનીમલ્સ) નું આયોજન કર્યુ હતું. જેનો પ્રારંભ પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરાવ્યો હતો. તેમાં ૧૩૦ દેશોએ ભાગ લીઘો હતો. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS