હવે પૈસા ઉપાડવા માટે ATM કાર્ડની જરૂર નહીં પડે, UPI એપ દ્વારા QR કોડ સ્કેન કરીને થઇ જશે કામ 

  • April 04, 2021 01:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

 

હવે ATMમાંથી પૈસા ઉપાડવા કરવા માટે ડેબિટ કાર્ડની જરૂર નહીં પડે. UPI આ એપ્લિકેશનના માધ્યમથી ક્યુઆર કોડ સ્કેન કરીને પણ એટીએમમાંથી પૈસા ઉપાડી શકાશે. ATM નિર્માતા એનસીઆર કોર્પોરેશનના જણાવ્યા પ્રમાણે, યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ પ્લેટફોર્મ પર આધારિત પહેલું ઇન્ટરઓપરેબલ કાર્ડલેસ કેશ વિડ્રોલ (ICCW) લોન્ચ કરવામાં આવ્યું છે. આ નવી સુવિધાને શરૂ કરવા માટે સિટી યુનિયન બેન્કે એનસીઆર સાથે હાથ મિલાવ્યો છે. બેંકે QR કોડ આધારિત ઈંટરઓપરેબલ કાર્ડલેસ કેશ વિડ્રોલ સુવિધાને મંજૂરી આપીને પોતાના 1500 એટીએમને પહેલા જ અપગ્રેડ કરી લીધા છે.‌

 

 

સિટી યુનિયન બેંકના એન કામકોડીએ જણાવ્યું કે, અમે ICCW માટે એનસીઆર સાથે ભાગીદારી કરી છે. જેનાથી અમારા એટીએમમાં યુપીઆઈ ક્યુઆર કોડનો ઉપયોગ કરીને રોકડ રકમ ઉપાડી શકાશે. નવા ATMમાંથી પૈસા ઉપાડવા માટે સૌથી પહેલા સ્માર્ટફોન પર કોઈપણ યુપીઆઈ એપ્લિકેશન (GPay, BHIM, Paytm, Phonepe, Amazon) ઓપન કરવાની રહેશે. જે પછી ATM સ્ક્રીન પર દેખાતા ક્યુઆર કોડને સ્કેન કરવાનો રહેશે અને પોતાના મોબાઇલ ફોનના માધ્યમથી રોકડ રકમ ઉપાડવા માટે મંજૂરી આપવાની રહેશે. લેનદેનને સુરક્ષિત બનાવવા માટે ક્યુઆર કોડને સતત બદલાવવામાં આવે છે. હાલમાં ઉપાડની રકમ 5000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. 

 

 

સુરક્ષાને ધ્યાને લેતા આ સૌથી વધુ સુરક્ષિત ટેકનીક છે જેમાં ભૌતિક રીતે કાર્ડનો ઉપયોગ કરવાનો ન હોવાથી છેતરપિંડી થવાની શક્યતા જૂજ રહેલી છે. તેમાં ક્યુઆર કોડની કોપી પણ બની ન શકે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application