માનસરોવર પાર્ક પાસે બાઈક ફૂટપાથ સાથે અથડાતા યુવાનનું મોત

  • April 24, 2021 02:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કુબલિયાપરામાં રહેતો યુવાન મહિકાના પાટિયા પાસે માતાજીના માંડવે જતો હતો અને અકસ્માત નડ્યો:ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

 


શહેરના આજીડેમ ચોકડી નજીક આવેલા માનસરોવર પાસે બાઈક ફૂટપાથ સાથે અથડાયા બાદ બાઈકચાલક યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું મોત થયું હતું. યુવક મહિકા ગામ પાસે માતાજીના માંડવે જતો હતો દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી.

 


અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ કુબલીયાપરામાં શેરી ન.5 માં રહેતો વિશાલ સોલંકી (ઉ.વ 32) નામનો યુવાન સાંજના બાઇક લઇને આજીડેમ ચોકડી પાસે આવેલા માનસરોવર પાર્ક પાસેથી પસાર થતો હતો દરમિયાન કાબુ ગુમાવતા બાઇક ફૂટપાથ સાથે અથડાઈ હતી જેથી યુવાન રોડ પર પટકાતા તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.બાદમાં યુવકને સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ જતા અહીં સારવાર કારગત નીવડે તે પૂર્વે જ યુવાને દમ તોડી દીધો હતો.

 


અકસ્માતમાં મોતને ભેટનાર વિશાલ કડિયા કામ કરતો હતો ત્રણ ભાઈ એક બેહેનના પરિવારમાં મોટો હતો તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ગઈકાલે તે મહીકા ગામના પાટિયા પાસે માતાજીના માંડવામાં જઈ રહ્યો હતો દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS