આપનું ગુજરાત માટે અરવિંદ કેજરીવાલની રેકી

  • June 14, 2021 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ગુજરાત વિધાનસભા ૨૦૨૨ ચૂંટણીને લઇને ભારતીય જનતા પાર્ટી માટે આવતા દિવસોમાં કેટલાકે કપરા ચડાણ માં નવુ ચેપ્ટર ઊમેરાયુ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના  ગુજરાત ખાતેના અમદાવાદના મધ્યસ્થ કાર્યાલયનો પ્રારભં કરાવવાની સાથે જ આગામી વિધાનસભાની ચૂંટણીમાં વધુ એક પક્ષ મેદાનમાં આવ્યો છે.

 


ગુજરાતનું સરકારીતત્રં કોરોના સંભવિત ત્રીજી રહેલા સામના માટે સ થઈ રહ્યું છે ત્યારે ગુજરાતના રાજકારણમાં અચાનક ગરમાવો આવ્યો છે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાત આવતા પૂર્વે ગઈકાલે તેમણે ટીટ કયુ હતું કે હવે બદલાશે ગુજરાત કાલે હત્પં ગુજરાત આવી રહ્યો છે આમ તો વાત સામાન્ય છે પરંતુ રાજકીય અને તેનું અવલોકન કરીએ તો આ ટીટે રાયની રાજકિય ક્ષિતિજેે ભારે હલચલ મચાવી છે.

 


સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીને હફાવી દીધી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરતમાં મળેલી સફળતા ધ્યાનમાં રાખીને વિધાનસભા ૨૦૨૨માં સક્રિયપણે ચૂંટણી લડવાનો નિર્ણય કરી દેવામાં આવ્યો હતો ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ હજી તેના નેતૃત્વને લઇને કોઈ નિર્ણય કરી શકયા નથી ત્યારે આપ દ્રારા અમદાવાદમાં કાર્યાલયનું ઉદઘાટન કરી દેવામાં આવ્યું છે.

 


ગુજરાતમાં વિધાનસભા ૨૦૨૨ ને લઈને રાજકીય પક્ષો દ્રારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જેમાં કડવા લેઉવા પાટીદારોએ ખોડલધામ ખાતે કરેલી સંયુકત બેઠકમાં હવે નેતૃત્વ પાટીદારોને સોંપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી રવિવારે ભાજપના અલ્પેશ ઠાકોર નું નિવેદન એવું હતું કે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની સક્રિયતા સાથે કોંગ્રેસના નેતા ના સંકેત છે કે ગુજરાત વિધાનસભાની એકાદ વર્ષમાં યોજાનારી ચૂંટણી પહેલા મોટી ઉથલપાથલ આવી રહી છે.

 


ગુજરાતમાં છેલ્લા ૨૫ વર્ષથી ભાજપનું એકચક્રીય શાસન છે ત્યારે સ્થાનિક સ્વરાયની ચૂંટણીઓમાં બહત્પ મોટી જીત બાદ ગુજરાત વિધાનસભા માટે કોઈ મોટી ચિંતા કરવાની જર નથી પરંતુ કેટલીક જગ્યાએ આપ દ્રારા કરવામાં આવેલા ભંગાણના પગલે અપક્ષ હવે  ગુજરાતમાં આવી રહ્યાના સંકેતો આપી દીધા છે. અને અચાનક જ આપ દ્રારા અમદાવાદમાં મધ્યસ્થ કાર્યાલયનું ઉધ્ઘાટન કરવા આવેલા કેજરીવાલ એ આગામી વિધાનસભા ચૂંટણી લડવાના સંકેત આપી દીધા છે.

 


અત્રે નોંધવુ જરી છે કે ગુજરાતમાં કયારેય અપક્ષ પક્ષે સફળ થયા નથી પણ અત્યારે સ્થિતિ એવી છે કે લોકો ભાજપ અને કોંગ્રેસ થી ઓછાવત્તા અંશે ત્રાહિમામ પોકારી ગયા છે આથી તેઓ વિકલ્પ શોધવાની ફિરાકમાં પણ છે આમ કેજરીવાલના ગુજરાતના આગમન સાથે ભાજપ માટે મોટો પડકાર ઉભો થયો છે તેવું કહેવામાં અતિશયોકિત નથી.

 

 

ગાંધીનગર મ.ન.પાની ચૂંટણી બે મહિના મુલતવી રાખવામાં  ભાજપમા પ્રવર્તી રહેલ મત


ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી કોરોના ના કારણે મુલતવી રાખવામાં આવી છે હવે ચૂંટણી પચં આ ચૂંટણી કયારે યોજવી તે અંગેનો દિલ્હી થયો નથી તથા રાજકીય ધમધમાટ જોતા ૨ થી ૩ મહિના મુલતવી રાખવામાં આવે તેવો મત ભાજપમાં પ્રવર્તી રહ્યો છે આ અંગેની રજૂઆત પાર્લામેન્ટરી બોર્ડમાં પણ કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આપ દ્રારા ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોનાની મહામારી દરમિયાન સતત કામગીરી ના પરિણામે લોકચાહના ઉભી થઈ છે જે ચૂંટણીમાં નડી શકે તેમ છે અને આ મહાનગરપાલિકાની ચૂંટણી આગામી સપ્ટેમ્બર–ઓકટોબરમાં યોજાય તેવો આગેવાનો દ્રારા મત વ્યકત કરવામા આવી રહ્યો છે.

 


ઈશુદાન ગઢવી આપમાં જોડાયા


ગુજરાતના ખ્યાતનામ પત્રકાર ઈશુદાન ગઢવી આજે આપમાં જોડાયા છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની ઊપસ્થિતિમાં નાનકડો છતાં જાજરમાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ઈશુદાન ગઢવી સહિત અનેક લોકો આપમાં આજે જોડાયા હતા.   

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS