રાજકોટને ઠેંગો: IPLનો એક મેચ પણ ન મળ્યો

March 17, 2018 at 11:15 am


છેલ્લા બબ્બે વર્ષથી આઈપીએલના ૧૦ મેચોનું સફળ સંચાલન કરી ચૂકેલા રાજકોટને આ વર્ષે આઈપીએલ ગવનિગ કાઉન્સીલે ઠેંગો બતાવતાં એક પણ મેચ આપ્યો નથી. ગુજરાત લાયન્સની આઈપીએલમાંથી વિદાય સાથે જ રાજકોટને મેચ મળવાની સંભાવના નહીંવત બની ગઈ હતી પરંતુ તાજેતરમાં જ સૌરાષ્ટ્ર્ર કિકેટ એસોસિએશન દ્રારા પ્લેઓફનો એક મેચ રાજકોટને ફાળવાય તેવી માગણી કરતો પત્ર લખાયો હતો પરંતુ તે માગણી ગ્રાહ્ય રખાઈ નથી અને રાજકોટના સ્ટેડિયમને ‘સ્ટેન્ડ બાય’ રાખી દેવામાં આવ્યું છે. જો કોઈ સ્ટેડિયમમાં મેચ રમાડવા માટે મુશ્કેલી થાય તો જ રાજકોટને મેચ મળી શકે.

જીએસટી કાઉન્સીલની બેઠકના અન્ય નિર્ણયોમાં આઈપીએલના ઉદઘાટન સમારોહના આયોજન માટે ૧૮ કરોડ રૂપિયાની રકમ નિર્ધારિત કરવામાં આવી છે. બીસીસીઆઈના કાર્યકારી અધ્યક્ષ સી.કે.ખન્નાએ કહ્યું કે નાણાકીય ટીમે આ નિર્ણય લીધો છે. જો કે આ માટે ૩૦ કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી હતી.

આઈપીએલ પ્લેઓફના બન્ને મેચ પૂનાને આપવામાં આવ્યા છે યારે રાજકોટ અને લખનૌના નવનિર્મિત સ્ટેડિયમને ‘સ્ટેન્ડબાય’ તરીકે રાખવામાં આવ્યું છે. જો કોઈ સ્ટેડિયમમાં મુશ્કેલી પડે તો આ સ્ટેડિયમોનો ઉપયોગ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કિંગ્સ ઈલેવન પંજાબે ચંદીગઢ એરપોર્ટના સમારકામને કારણે પોતાના મેચ અન્ય સ્થળે ખસેડવા કહ્યું છે. જો કે આ અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. ૭ એપ્રિલે યોજાનારા ઉદઘાટન સમારોહ દરમિયાન તમામ આઠ આઈપીએલ ટીમોના કેપ્ટન દર વખતની જેમ હાજર રહેશે.

આમ રાજકોટને આઈપીએલનો એક પણ મેચ ન મળતાં સૌરાષ્ટ્ર્રવાસીઓ ગ્લેમર અને નાણાંથી ભરપૂર એવી આ ટૂર્નામેન્ટનો એક પણ મેચ નિહાળી શકશે નહીં

Comments

comments

VOTING POLL