એનએસઈનો ૧૦,૦૦૦ કરોડનો આઈપીઓ આવશે

March 10, 2018 at 11:27 am


હાઈ–પ્રોફાઈલ કો–લોકેશન કેસની તપાસમાં બજાર નિયામક સેબીએ મંજૂરીની અરજી પાછી મોકલી હોવા છતાં અગ્રણી સ્ટોક એકસચેન્જ એનએસઈ નવા નાણાકીય વર્ષમાં આઈપીઓ લાવવાની અપેક્ષા ધરાવે છે.

કો–લોકેશનના કેસની તપાસ ચાલુ હોવાને પગલે એનએસઈનો ૧૦,૦૦૦ કરોડનો આઈપીઓ વિલંબમાં મુકાયો છે. આ કેસમાં સેબીએ કેટલાંક લોકો ઉપરાંત એકસચેન્જને કારણ દર્શાવો નોટિસ મોકલી છે, અને કેટલાંક બ્રોકર્સની સામે પણ તપાસ ચાલી રહી છે. કો–લોકેશન કેસમાં અજય શાહ સહિતના એનએસઈના અધિકારીઓને ત્યાં આવકવેરા વિભાગ દ્રારા હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન બાદ રજૂ કરાયેલા અહેવાલો અંગે પણ સેબી તપાસ કરશે.
એનએસઈએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આઈપીઓનો આધાર સેબીમાં ચાલી રહેલી નિયમનકારી બાબતના ઉકેલ પર રહેલો છે, પરંતુ અમે ૨૦૧૯ના નાણાં વર્ષમાં આઈપીઓ લાવવાની યોજના ધરાવીએ છીએ. હાલમાં ચાલી રહેલી તપાસને કારણે સેબીએ તેની કન્સેન્ટ એપ્લિકેશન પરત મોકલી છે તેમ એકસચેન્જે જણાવ્યું હતું. એકસચેન્જે નિયમનકારી બાબતો ઝડપથી ઉકેલવા અંગે પ્રતિબદ્ધતા દર્શાવી હતી. એનએસઈએ ગત વર્ષે જુલાઈમાં સેબી સમક્ષ સેટલમેન્ટની અરજી ફાઈલ કરી હતી.

હાઈ ફ્રિકવન્સી ટ્રેડિંગ સિસ્ટમ સુધી કેટલાંક બ્રોકર્સની ગેરકાયદેસરની પહોંચના આક્ષેપોની તપાસના મામલે એએનસઈએ બજાર નિયામક સાથે સમાધાન કરવાની પણ ઈચ્છા જાહેર કરી છે. કન્સેન્ટ સેટલમેન્ટ દ્રારા કોઈ એકમ કે કંપની અથવા સંસ્થા પોતાના ગુનાની કબૂલાત કે ઈનકાર વગર માત્ર દડં ભરી તેની સામે થયેલા આક્ષેપોના કેસમાં સમાધાન કરી શકે છે.
કો– લોકેશન મામલે કેટલાંક બ્રોકર્સ કો–લોકેશનની અર્લી લોગિન અને ડાર્ક ફાઈબર’ સુવિધાથી અગ્રતાના ધોરણે સોદાઓને લગતી વિવિધ સંવેદનશીલ માહિતી સુધી પહોંચ ધરાવતા હોવાની ફરિયાદને પગલે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
આ કેસમાં પોતાના ઈકિવટી ડેરિવેટિવ્ઝ પ્લેટફોર્મની ફોરેન્સિક ઓડિટ માટે એનએસઈએ ડેલોઈટની નિમણૂક કરી છે, યારે કેશ માર્કેટ અને કરન્સી ડેરિવેટિવ્ઝ પ્લેટફોર્મની તપાસ માટે ઈવાયને કામગીરી સોંપાઈ છે

Comments

comments

VOTING POLL