OMG! પત્નીપીડિત પુરુષોએ વટસાવિત્રીનો તહેવાર ઊજવ્યો, પીપળાને કાળો દોરો બાંધ્યો

June 30, 2018 at 3:33 pm


સમગ્ર ભારતમાં મહિલાઓએ ગઇ કાલે વટસાવિત્રી વ્રત નિમિત્તે વડના વૃક્ષને સૂતરનો દોરો વીંટીને પતિના દીર્ઘાયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે ઇશ્વરને પ્રાર્થના કરી તો બીજી બાજુ ઔરંગાબાદ અને મુંબઇ સહિત કેટલીક જગ્યાએ જીવનસાથી તરફથી પરેશાનીનો સામનો કરી રહેલા પુરુષોએ પત્નીથી મુક્તિની પ્રાર્થના સાથે પીપળાને સૂતરના કાળા તાંતણા વીંટ્યા.

ઔરંગાબાદ બહારના વાળુજ વિસ્તારમાં પત્નીપીડિત પુરુષ સંઘે ઘડિયાળના કાંટાની દિશાથી અવળી દિશામાં પીપળા ફરતે કાળો દોરો વીંટાળીને પ્રાર્થના કરી કે આવી પત્ની આવતા સાત જન્મ સુધી ન મળે. પત્નીપીડિત પુરુષ સંઘના સભ્ય તુષાર વાખરેએ જણાવ્યું કે સંગઠનના સભ્યોની પત્નીઓ મહિલાઓ તરફી કાયદાનો દુરુપયોગ કરે છે.

તેમણે અમને એટલા હેરાન કર્યા છે કે સાત જનમના સાથની વાત છોડો, સાત સેકન્ડ માટે પણ અમે હવે તેમની સાથે રહેવા ઇચ્છતા નથી.

Comments

comments