OMG ! સલમાન છોડી રહ્યો છે બિગબોસ ૧૩…

November 29, 2019 at 10:59 am


Spread the love

શૉના હોસ્ટ સલમાન ખાને પોતાની આગામી ફિલ્મ રાધે માટે પહેલાંથી જ ડેટ્સ બુક કરી રાખી છે અને બિગ બૉસને આગળ વધારવામાં તેમણે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેવામાં તેણે શૉ છોડવો પડી શકે છે. જો તેવું થાય તો બિગ બૉસ 13ને તેની મિત્ર ફરાહ ખાન હોસ્ટ કરતી નજરે આવશે. એક અહેવાલ અનુસાર, દર્શકોને આખરે બિગ બૉસ 13 જોવામાં મજા આવશે. પાછલાં કેટલાંક અઠવાડિયાથી શૉના કન્ટેસ્ટન્ટ્સ સતત ઝગડી રહ્યાં છે. જે દર્શકોને મનોરંજક લાગી રહ્યું છે. શૉના મેકર્સ સલમાન ખાન સાથે વાતચીત કરી રહ્યા છે કે બિગ બૉસ 13 માટે થોડા વધુ દિવસો આપે. સલમાન ખાન પહેલાથી જ પોતાની અપકમિંગ ફિલ્મ રાધે માટે ડેટસ બુક કરાવી ચુક્યો છે તેથી તેને શૉ છોડવો જ સરળ વિકલ્પ લાગી રહ્યો છે. તેની જગ્યાએ હવે ફરાહ ખાન આ શોને હોસ્ટ કરશે.