સિંધુ ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય

August 28, 2018 at 11:06 am


બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુએ ઇતિહાસ રચી અશિયન ગેમ્સમાં બેડમિન્ટન મહિલા સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. સિંધુએ સેમિફાઇનલમાં જાપાનની અકાને યામાગુચીને હરાવી હતી. પી. વી. સિંધુ આ સાથે એશિયન ગેમ્સની ફાઇનલમાં પહોંચનાર ભારતની પ્રથમ ખેલાડી પણ બની ગઈ છે. આ પહેલાં કોઈ પણ ભારતીય પુરુષ અથવા મહિલા ખેલાડી એશિયાડની ફાઇનલમાં પહોંચ્યા નથી. રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર સિંધુ પાસે હવે ગોલ્ડની આશા વધી ગઈ છે. ફાઇનલમાં તેનો સામનો વિશ્વની નંબર વન ખેલાડી ચાઇનીઝ તાઇપેઈની તાઈ ઝુ યિંગ સામે થશે. ગોલ્ડ મેડલ માટે આજે મુકાબલો યોજાશે.

Comments

comments

VOTING POLL