પાણીપુરીનું ચટાકેદાર પાણી બનાવવાની નોંધી લો રીત…

April 27, 2018 at 12:25 pm


પાણીપુરી એવી વસ્તુ છે જે નાના-મોટાં સૌ-કોઈને પ્રિય હોય છે. પાણીપુરી ન ભાવતી હોય તેવી વ્યક્તિ ભાગ્યે જ તમને મળશે. પાણીપુરીના સ્વાદની સૌથી વધુ મજા તેના ચટાકેદાર પાણીથી હોય છે. જો પાણી સ્વાદિષ્ટ ન હોય તો પાણીપુરી ખાવામાં મજા આવતી નથી. બજારમાં મળતી પાણીપુરી ખાવાનું લોકો વધારે પસંદ એટલા માટે જ કરે છે કે તેનું પાણી મસ્ત ખાટું-મીઠું હોય છે. ઘરે પાણીપુરી બનાવો તો પણ બધા ફરીયાદ કરતાં હોય છે કે પાણી બહાર જેવું સ્વાદિષ્ટ તો નથી જ… આવું હવે પછી તમારે સાંભળવું નહીં પડે કારણ કે બજારમાં મળતી પાણીપુરી જેવું જ સ્વાદિષ્ટ પાણી હવે ઘરે તમે બનાવી શકશો. તો ચાલો નોંધી લો તેના માટેની રીત.

સામગ્રી
લીલી કોથમીર- 100 ગ્રામ
ફૂદીનો- 100 ગ્રામ
લીલા મરચાં- 3થી 4 નંગ
આદુ- 1 કટકો
સંચળ પાવડર- સ્વાદઅુસાર
મીઠું- જરૂર મુજબ
ખાંડ- 3 ચમચી
લીંબુ- 3 નંગ
શેકેલા જીરાનો પાવડર- 2 ચમચી

રીત
કોથમીર અને ફુદીનાને સારી રીતે ધોઈ અને તેમાં લીલા મરચાં, આદુ, ખાંડ અને જીરું પાવડર ઉમેરી પેસ્ટ બનાવો. પેસ્ટ બનાવ્યા બાદ તેને એક તપેલીમાં કાઢી તેમાં સંચળ, મીઠું, લીંબુનો રસ ઉમેરો. પાણીને સારી રીતે હલાવી અને ફ્રીઝમાં ઠુંડુ થવા મુકી દેવું. ખાસ ધ્યાનમાં રાખવું કે આ પાણી ઉપયોગમાં લેવાનું હોય તેની 3,4 કલાક પહેલાં બનાવી રાખવું.

Comments

comments

VOTING POLL