માસિકના સમય દરમિયાન થતાં ખીલથી મેળવો સરળતાથી છૂટકારો

July 31, 2018 at 1:27 pm


માસિક સમયે જો ચહેરા પર ખીલ થતાં રહેતાં હોય તો તે માત્ર સ્ટ્રેસ અને હોર્મોનની ગડબડના કારણે જ થાય છે. હોર્મોનમાં ત્યારે જ ગડબડ સર્જાય છે જ્યારે શરીર તણાવમાં રહે છે. આવા સમયે ખીલમાંથી મુક્તિ મેળવવા માટે અહીં કેટલાંક ઉપાયો જણાવી રહ્યાં છે જેની મદદથી તમને આ સમસ્યામાં રાહત મળશે. આ રીતે કરો ઉપાય

પુષ્કળ પાણી પીઓ
બીજું કારણ સ્કીનની ડ્રાયનેસ હોય છે. માટે તમારે તમારા ચહેરા પર નમી લાવવા માટે પુષ્કળ પાણી અને ફ્રુટ જ્યુસ પીવુ જોઇએ. ફ્રુટ જ્યુસમાં વિટામિન સી હોય છે જે ત્વચા માટે બહુ સારું હોય છે. આનાથી ત્વચા સારી રહે છે અને રોગ પ્રતિકારક ક્ષમતા પણ વધે છે.

તણાવમુક્ત રહો
આ દિવસોમાં શક્ય હોય તેટલું તણાવમુક્ત રહેવાની કોશિશ કરો. આ દરમિયાન આપણા શરીરમાં અનેક પ્રકારના હોર્મોનલ ચેન્જ આવતા હોય છે, જેના કારણે વ્યક્તિ આપોઆપ સ્ટ્રેસમાં આવી જાય છે. માટે જો તમે પોતે પણ વધુ સ્ટ્રેસ લેશો તો તમારું શરીર તેને સાચવી નહીં શકે. આનાથી ત્વચા પ્રભાવિત થાય છે અને ખીલ થાય છે.

Comments

comments

VOTING POLL