ઘરની હવાને શુદ્ધ કરે છે ખાસ છોડ…

May 18, 2018 at 1:15 pm


ઘરની સુંદરતામાં વધારો કરવા માટે લોકો ફૂલ છોડ ઉછેરતાં હોય છે. પરંતુ આ કામ કરી અને ઘરની હવાને શુદ્ધ પણ કરી શકાય છે તેના વિશે તમે કદાચ જાણતાં નહીં હોય. વાત જાણી આશ્ચર્ય તો જરૂર થશે પરંતુ એક એવો છોડ પણ છે જેને ઘરમાં રાખવાથી ઘરની હવા શુદ્ધ થઈ જાય છે. જી હાં આ ખાસ પ્લાન્ટ ઘરમાં એર પ્યોરીફાયરનું કામ કરે છે.

આ પ્લાન્ટ છે વાંસનો. વાંસનો પ્લાન્ટ ઘરમાં રાખવાથી વાતાવરણમાં પ્રસરેલા કાર્બન મોનોક્સાઇડ, બેન્જિન અને ક્લોરોફોર્મ જેવા હાનિકારક તત્વોનો નાશ થાય છે. ખાસ વાત એ પણ છે કે આ છોડને સૂર્યપ્રકાશની જરૂર પણ પડતી નથી. આ ઉપરાંત વાંસનો છોડ તમે ઘરના કોઈપણ રૂમમાં કોઈપણ સ્થાન પર રાખી શકો છો. આ છોડ દેખાવમાં પણ સુંદર હોય છે તેથી ઘરની સુંદરતામાં પણ વધારો કરે છે. વાંસના છોડ ઉપરાંત ઘરમાં સોપારીનો છોડ પણ રાખી શકાય છે. આ છોડ પણ હવાને શુદ્ધ કરવાનું કામ કરે છે તેમ એક રીપોર્ટના તારણમાં જણાવવામાં આવ્યું છે.

Comments

comments

VOTING POLL