PMC બેન્ક સહિત 50 NBFC ઉપર આરબીઆઈની બાજનજર

November 8, 2019 at 10:57 am


રિઝર્વ બેન્કના ગવર્નર શિક્તકાંત દાસે કહ્યું કે કૌભાંડથી ઝઝૂમી રહેલી પીએમસી બેન્કની સ્થિતિ પર તેઆે સતત નજર રાખી રહ્યા છે અને હાલ આ બેન્કનું ફોરેન્સીક આેડિટ કરાઈ રહ્યું છે. નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદ (એફએસડીસી)ની બેઠક બાદ તેમણે આ માહિતી આપી હતી.
તેમણે કહ્યું કે રિઝર્વ બેન્ક 50 નોન બેન્કીગ નાણા કંપનીઆે ઉપર પણ નજીકથી નજર રાખી રહી છે. આ બેન્કોની કુલ એનબીએફસીની બજારમાં 75 ટકા ભાગીદારી છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે કેન્દ્રીય બેન્ક આ એનબીએફસીના બોર્ડ સાથે સતત સંપર્કમાં છે અને તેને બજારના માપદંડો પર ખરા ઉતરવા કહેવાયું છે.

રિઝર્વ બેન્કે ફસાયેલા કરજની જાણકારી થયા બાદ 23 સપ્ટેમ્બરથી પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-આેપરેટીવ (પીએમસી) બેન્ક ઉપર રકમ ઉપાડવાની સીમા સહિતની પાબંદીઆે લગાવી છે. જો કે થોડા દિવસો પહેલાં રકમ ઉપાડવાની સીમા 50 હજાર કરવામાં આવી હતી.

Comments

comments