વિરાટ કોહલી પીએનબીનો એન્ડોર્સમેન્ટ કરાર રિન્યૂ નહીં કરે

March 6, 2018 at 11:14 am


ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સરકારી માલિકીની બેન્ક પીએનબી સાથે તેનો એન્ડોસમેન્ટ કોન્ટ્રાકટ રિન્યુ ન કરે તેવી શકયતા છે. પીએનબીમાં આ.૧૨૬૦૦ કરોડના કૌભાંડના કારણે ઉથલપાથલ મચી ગઈ છે. પરંતુ વિરાટ કોહલીની એજન્સીએ જણાવ્યું કે ચાલુ વર્ષના અતં પહેલા તેના કોન્ટ્રાકટનો અતં લાવવામાં નહીં આવે.

કોર્નરસ્ટોન સ્પોર્ટ એન્ડ એન્ટરટેનમેન્ટના ચીફ એકઝીકયુટીવ બન્ટી સજદેહે જણાવ્યું કે કોન્ટ્રાકટને લંબાવવા માટે હાલની સ્થિતિમાં કોઈ વાતચીત થઈ નથી અમે કોન્ટ્રાકટની મુદત વધારવા માટે વાતચીત નથી કરી રહ્યા. કોર્નરસ્ટોનએ ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની છે. અને વિરાટ કોહલીનું પ્રતિનિધિત્વ કરે છે. કંપનીએ એક ઈમેઈલમાં જણાવ્યું એ અમારી સમજણ પ્રમાણે હાલમાં જે કમનસીબ ઘટનાઓ બની છે તેના માટે પીએનબી ને જવાબદાર ગણવા માટે કોઈ પુરતા કારણો નથી. જો કે ચાલુ વર્ષના અંતમાં બેન્ક સાથે વિરાટ કોહલીનો કોન્ટ્રાકટ પુરો થાય છે. તેથી અત્યારની સ્થિતિને ધ્યામાં લેતા અમે હજુ અલગ પડયા નથી.

પીએનબીએ આરોપ મુકયો હતો કે તેના કેટલા અધિકારીઓ તથા નિરવ મોદી અને મેહુલ ચોકસીએ મળીને બેન્ક સાથે છેતરપીંડી કરી છે. બેન્કે અગાઉ કેટલાક રીપોર્ટ નકારી કાઢયા હતાં જેમાં જણાવ્ું હતું કે, અત્યારે સૌથી વધારે આવક ધરાવતો ખેલાડી વિરાટ કોહલી પીએનબીને એન્ડોર્સ નહીં કરે.

Comments

comments

VOTING POLL