રાજકોટમાં કુબલીયાપરામાં દેશી દારુના અડ્ડા પર દરોડા

December 3, 2019 at 8:12 am


Spread the love

રાજકોટ તા. 3

રાજકોટમાં સમયાંતરે દારુની ડ્રાઈવ કરવામાં આવે છે. જેમાં પોલીસ અલગ અલગ વિસ્તારોમાં રેડ પાડી દેશી દારુનો જથ્થો જપ્ત કરી તેનો નાશ કરે છે. ત્યારે આજે રાજકોટમાં ફરી એક વાર કુબલીયાપરામાં દેશી દારુની ડ્રાઈવ કરવામાં આવી હતી. આ ડ્રાઈવ સબબ સવારના 6 કલાકથી પોલીસ અધિકારીઓ કુબલીયપરામાં પહોંચી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં એક માસૂમ બાળકી પર થયેલા દુષ્કર્મની ઘટનામાં દોષી વ્યક્તિ પણ નશાની હાલતમાં હતો. ત્યારે પ્રશ્ન એ પણ થાય છે કે પોલીસના વારંવાર થતા દરોડા બાદ પણ શહેરમાં દારુનો ધંધો બંધ થતો નથી. તાજેતરમાં જ શહેરના હાર્દ સમા વિસ્તાર એવા રાષ્ટ્રીય શાળામાંથી પણ દારુનો મોટો જથ્થો ઝડપાયો હતો.