ઘરે આ રીતે બનાવો બજાર જેવી જ ક્રિસ્પી વેફર્સ

July 24, 2018 at 6:53 pm


બજારમાં મળતી આલુ ચીપ્સ ન ભાવતી હોય એવી કોઈ વ્યક્તિ જોવા નહીં મળે. બાળકોને તો આવો નાસ્તો અતિપ્રિય હોય જ છે પરંતુ તેમની સાથે વડીલો પણ ઉપવાસમાં આ ચીપ્સની મજા માણી જ લેતાં હોય છે. પરંતુ રોજ રોજ બજારમાં મળતી ચીપ્સ ખાવી સ્વાસ્થ અને ખીસ્સા માટે હાનિકારક સાબિત થાય છે. તો પછી કરવું શું… આ પ્રશ્નનો સરળ જવાબ છે કે તમે ઘરે જ બનાવો આલુની ક્રિસ્પી ચીપ્સ અને તેની રીત પણ સાથે નોંધી લો.

સામગ્રી
બટેટા
બરફનું પાણી
મીઠું
તળવા માટે તેલ

રીત
સૌથી પહેલા બટેટાની છાલ ઉતારી તેને સાફ પાણીથી ધોઈ લો. એક મોટા વાસણમાં બરફ, મીઠું અને પાણી મીક્ષ કરો. હવે આ વાસણમાં બટેટાની ચીપ્સ પાડી લો. ચીપ્સ કટ થઈ જાય એટલે તેને 10 મિનિટ સુધી બરફના પાણીમાં જ બોળી રાખો. ત્યાં સુધીમાં એક પેનમાં તેલ ધીમા તાપે ગરમ થવા મુકી દો. 10 મિનિટ બાદ બટેટાની ચીપ્સને પાણીમાંથી કાઢી કોરી કરવા રાખો. તેલ ગરમ થયા પછી તેમાં એક એક ચીપ્સને છુટ્ટી પાડી તળી લો. ચીપ્સ તેલમાં મુક્યા બાદ તેને સતત હલાવતાં રહો. ચીપ્સ કડક થઈ જાય એટલે તેમાંથી કાઢી લો અને જો જરૂર જણાય તો મરચું અને મીઠું છાંટી એરટાઈટ ડબ્બામાં તેને ભરી દો.

Comments

comments

VOTING POLL