ચીન ચંદ્ર પર ઉગાડશે બટેટા, જાણો શું છે ચીનની યોજના

April 16, 2018 at 6:12 pm


ચીન ચંદ્ર પર એક રોબોટ સ્ટેશન બનાવવાનો વિચાર કરી રહ્યું છે તે વાત તો તમે સાંભળી હશે પરંતુ તમે એ વાતથી અજાણ હશો કે ચીન આ વર્ષ દરમિયાન ચંદ્ર પર બટેટા, ખાસ પ્રકારના છોડ અને રેશમ બનાવતાં કીડાના અંડાણુ મોકલવાનો વિચાર કરી રહ્યું છે. આ સામગ્રી ચાંગ ઈ- 4 લૂનાર યાનની મદદથી મોકલવામાં આવશે.

આ અંગે મળતી માહિતીનુસાર ચીન આ પ્રયાસ કરી અને ચંદ્ર પર જૈવિક અનુસંધાન કરવા માંગે છે. તેના માટે ચીન ચંદ્ર પર બટેટા અને અરબીડોફિસિસના બી મોકલશે. મહત્વપૂર્ણ છે કે ચંદ્ર પર જૈવિક અનુસંધાન કરવાનો આ પહેલો પ્રયત્ન હશે. આ યોજનાનું નામ લૂનાર મિની બોયોસ્ફેયર રાખવામાં આવ્યું છે. ચંદ્ર પર ઉપરોક્ત સામગ્રીને મોકલવા માટે ખાસ ટીન બનાવવામાં આવ્યા છે આ ટીન એલ્યૂમિનિયમ એલોયમાંથી બનાવવામાં આવ્યા છે. જો આ યોજના સફળ થશે તો થોડા જ વર્ષોમાં લોકોને ચંદ્ર પરથી આવેલા બટેટા ખાવા મળશે.

Comments

comments