કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરનારને 1 કરોડનું ઇનામ આપવાની જાહેરાત કરણી સેનાએ કરી છે અને સાથે સેનાના વડાએ એમ પણ કહ્યું છે કે અમે લોરેન્સને પતાવી દેનારા પોલીસ કર્મીની જ નહી, તેના પરિવારની પણ સુરક્ષાની જવાબદારી ઉઠાવીશું.
ક્ષત્રિય કરણી સેનાના વડા રાજ શેખાવતે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના એન્કાઉન્ટર માટે એક કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા બાદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ફરી એકવાર સમાચારમાં છે. બાબા સિદ્દીકીની હત્યામાં તેનું નામ સામે આવ્યાના થોડા જ દિવસો બાદ કેનેડાની સરકારે તેનું નામ લઈને તેને વધુ ચચર્મિાં લાવી દીધો. આ બધાની વચ્ચે હવે ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે લોરેન્સ બિશ્નોઈને લઈને મોટી જાહેરાત કરી છે અને કહ્યું છે કે જે પણ પોલીસકર્મી લોરેન્સ બિશ્નોઈનો સામનો કરશે તેને કરણી સેના દ્વારા 1 કરોડ 11 લાખ 11 હજાર 111 રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.
તાજેતરમાં જ રાજ શેખાવતે વડોદરામાં લોરેન્સ બિશ્નોઈને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું હતું. શેખાવતે કહ્યું હતું કે સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસમાં પણ લોરેન્સનું નામ સામે આવ્યું હતું. આ પછી પણ તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. શેખાવતે કહ્યું હતું કે લોરેન્સ અને તેના જેવા ગુંડાઓએ સમગ્ર દેશમાં ભયનું વાતાવરણ ઉભું કર્યું છે.
કરણી સેના લોરેન્સનું એન્કાઉન્ટર કેમ ઈચ્છે તે મોટો સવાલ
વાસ્તવમાં, કરણી સેના અને લોરેન્સ વચ્ચે દુશ્મનાવટનું કારણ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના તત્કાલીન અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા છે. 5 ડિસેમ્બર 2023ના રોજ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કરવામાં આવી હતી. લોરેન્સ બિશ્નોઈ ગેંગના ગોલ્ડી બ્રારે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ગોગામેડી તેના કામમાં દખલ કરી રહ્યો હતો. આવું ન કરવા માટે તેને બે-ત્રણ વાર ચેતવણી આપવામાં આવી હતી, તે પછી પણ તે સમજ્યો નહી, જેના કારણે તેની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા બાદથી કરણી સેનાની લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે દુશ્મની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌરાષ્ટ્ર્ર – કચ્છના સાત જિલ્લામાં આજે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ
May 07, 2025 03:49 PMયુદ્ધના અંદેશાથી સોનાના ભાવમાં ફરી થયો ભડકો: એક લાખને પાર
May 07, 2025 03:48 PMજૂનાગઢમાં ગેસ લાઈન વિસ્ફોટ: ત્રણ ભડથું, એક ગંભીર
May 07, 2025 03:21 PMઆ તો થવાનું જ હતું, દેશ માટે આ ગર્વની ક્ષણ: પીએમ મોદી
May 07, 2025 03:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech