જીઆઇડીસીના મામલે જામ્યુકોની તરફેણમાં ચુકાદો આવતા ૧૨ કરોડ વસુલાશે

  • May 14, 2025 01:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૪૦૦ જેટલા કારખાનેદારોએ હાઇકોર્ટમાં કેસ કર્યા બાદ હવે આ મામલે સુપ્રિમ કોર્ટમાં: ૨૦૧૩ થી ૨૦૧૮ સુધીના વેરા વસુલાતનો કેસ પેન્ડીંગ છે તે પછીના કેસમાં હાઇકોર્ટે ચુકાદો આપ્યો

જામનગર મહાપાલીકા દ્વારા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ કારખાનેદારોને ૨૦૧૩ થી ૨૦૧૮નો વેરો વસુલ કરવા માટે સુપ્રિમ કોર્ટમાં કેસ પેન્ડીંગ છે ત્યારે હાઇકોર્ટમાં કરેલા કેસમાં તાજેતરમાં ૪૦૦ કારખાનેદારનો પરાજય થયો છે અને હાઇકોર્ટે જામનગર મહાનગરપાલીકા તરફે ચુકાદો આપ્યો છે, ‚ા.૧૨ કરોડના વેરાની વસુલાત અંગેનો આ ચુકાદો છે.

જાણવા મળતી માહિતી મુજબ જીઆઇડીસી ફેસ-૨ અને ૩ દરેડ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા મિલ્કત વેરો વસુલવાની કાર્યવાહી કરવામાં આવી હતી અને આ મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો છે, જે કેસ પેન્ડીંગ છે ત્યારે ૨૦૧૩થી ૨૦૧૮ સુધીના વેરાની વસુલાતની કામગીરી સુપ્રિમના ચુકાદા સુધી સ્થગીત છે, બીજી તરફ ૨૦૧૮ પછી કોર્પોરેશને વેરો વસુલવાનું શ‚ કર્યુ હતું અને કેટલાક કારખાનેદારોએ અને પ્લોટ હોલ્ડરોએ વેરો પણ ભર્યો છે, ત્યારે આ વિસ્તારમાં ૩૨૧૫ ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શીયલ પ્લોટ છે જેમાં અનેક ઉદ્યોગો ચાલી રહ્યા છે જયારે ૧૨૦૦ જેટલા અન્ય અને રેસીડન્સ પ્લોટ આવેલ છે જેનો વેરો વસુલવા માટે થાય છે. 
કોર્પોરેશન દ્વારા આ માટે એમઓયુ પણ કરવામાં આવ્યા હતાં, પરંતુ ૪૦૦ જેટલા કારખાનેદારો હાઇકોર્ટ પહોંચ્યા હતાં જેનો આ ચુકાદો આવ્યો છે અને આ ચુકાદો કોર્પોરેશનની તરફેણમાં આવ્યો છે, આમ જેમનો વેરો બાકી છે તેમની પાસેથી ૧-૪-૨૦૧૮થી વેરાની વસુલાત કરવામાં આવશે જેની આવક ‚ા.૧૨ કરોડ જેટલી થાય છે. કોર્પોરેશન તરફે હાઇકોર્ટમાં હેમત મુનસા વકીલ તરીકે રહ્યા હતાં. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application