બોર્ડ કરતાં પણ રાજકોટનું ધો.૧૨નું પરિણામ ઉંચું

  • May 09, 2024 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્રારા ધોરણ ૧૨ ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષા માર્ચ–૨૦૨૪નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ ૧૨માં સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી તેમજ સંસ્કૃત મધ્યમા પ્રવાહના રાજકોટ જિલ્લાના કુલ ૨૧,૦૫૧ વિધાર્થીઓ ઉત્તીર્ણ થયા તેમજ જિલ્લાનું સામાન્ય પ્રવાહ પરિણામ ૯૩.૨૯ પ્રતિશત આવ્યું છે.

રાજકોટ જિલ્લાના ધોરણ ૧૨ના કુલ ૨૨,૬૧૭ વિધાર્થીઓમાંથી ૨૨,૫૬૬ વિધાર્થીઓએ ધોરણ ૧૨ની પરીક્ષા આપી હતી. જેમાંથી ૮૮૯ વિધાર્થીઓ અ૧, ૩૯૮૪ વિધાર્થીઓ અ૨, ૫૪૮૧ વિધાર્થીઓ ઇ૧, ૫૩૭૫  વિધાર્થીઓ ઇ૨, ૩૮૨૭ વિધાર્થીઓ ઈ૧,૧૩૭૩ વિધાર્થીઓ ઈ૨, ૧૧૧ વિધાર્થીઓ ઉ ગ્રેડમાં સાથે પાસીંગ માર્ક સહિતના એમ કુલ ૨૧,૦૫૧ વિધાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.

જિલ્લાના પરીક્ષા કેન્દ્ર પ્રમાણે જોઈએ તો, ધોરાજી કેન્દ્ર પર ૯૯૮ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ૯૪૭ વિધાર્થીઓ ઉત્તીર્ણ થઈ કેન્દ્રનું પરિણામ ૯૪.૮૯% આવ્યું છે. તો ગોંડલમાં ૨૨૦૬ વિધાર્થીઓમાંથી ૨૦૨૭ વિધાર્થીઓ ઉત્તીર્ણ થઈ ૯૧.૮૯%, જેતપુરમાં ૧૧૨૫ વિધાર્થીઓમાંથી ૧૦૨૪ પાસ થઈ ૯૧.૦૨ %, રાજકોટ પૂર્વમાંથી ૨૨૫૮ વિધાર્થીઓમાંથી ૨૦૭૧ વિધાર્થીઓ પાસ થઈ ૯૧.૭૨%, રાજકોટ પશ્ચિમમાંથી ૩૯૯૯ વિધાર્થીઓમાંથી ૩૭૫૨ વિધાર્થીઓ ઉત્તીર્ણ થઈ ૯૩.૮૨%, જસદણ કેન્દ્રમાં ૧૦૨૦ વિધાર્થીઓમાના ૯૬૧ વિધાર્થીઓ ઉત્તીર્ણ થઈ ૯૪.૨૨%, વિધાર્થીઓને અભિનંદન પાઠવું છું. વિધાર્થીઓ બધું ઉત્સાહ પરિશ્રમ અને આત્મવિશ્વાસ સાથે આગળ બધી સફળતાના નવા શિખરો સર કરે. દસ વરસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે વિજ્ઞાન પ્રવાહના પરિણામ પહેલા સામાન્ય પ્રવાહનું પરિણામ આવ્યું છે. ખાસ કરીને આ વખતે પરીક્ષાની પદ્ધતિમાં જે ફેરફાર કરવામાં આવ્યા છે અને આગામી સમયમાં ખાસ કરીને પૂરક પરીક્ષામાં એ મહત્વપૂર્ણ સુધારા થયા છે તેને આવકાર્યા હતા.
આ વર્ષે બોર્ડની પરીક્ષામાં કુલ ૧૫ લાખ વિધાર્થીઓ નોંધાયા હતા જેમાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧.૩૨ લાખ અને સામાન્ય પ્રવાહમાં ૪.૮૯ લાખ વિધાર્થીઓની મહેનતનું પરિણામ આજે આવ્યું છે. યારે આગામી સાહમાં ધોરણ ૧૦ ના ૯.૧૭ લાખ વિધાર્થીઓનું પરિણામ જાહેર થશે. સામાન્ય પ્રવાહ માટે રાયના ૫૦૨ કેન્દ્ર પર પરીક્ષા લેવામાં આવી હતી. યારે વિજ્ઞાન પ્રવાહમાં કુલ ૧૪૭ કેન્દ્ર પર પરીક્ષા લેવામાં આવી હતી.

વિજ્ઞાન પ્રવાહમાં આ વર્ષે ૧.૧૧,૧૩૨ ઉમેદવારો નિયમિત નોંધાયા હતા જેમાં કુલ ૮૨.૪૫% પરિણામ આવ્યું છે. આ વર્ષે વિધાર્થીઓનું પરિણામ ૮૨.૫૩% અને વિધાર્થીનીઓનું પરિણામ ૮૨.૩૫% નોંધાયો છે એકંદરે વિધાર્થીઓને વિધાર્થીનીઓનું પરિણામ એક સમાન રહ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં એ વન ગ્રેડ ૧૦૩૪ અને ૨ ૮,૯૮૩ વિધાર્થીઓ નોંધાયા છે યારે ગુજરાતી મીડીયમનું ૮૨.૯૨ તો અંગ્રેજી મીડીયમનું ૮૧.૯૨ ટકા પરિણામ આવેલ છે

યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં આ વર્ષે કુલ ૫૦૨ કેન્દ્ર પર પરીક્ષા લેવામાં આવી હતી ૩,૭૮,૨૬૮ વિધાર્થીઓ નિયમિત ઉમેદવારમાં નોંધાયા હતા જેનું ૯૧.૯૩% પરિણામ આવ્યું છે. વિધાર્થીઓનું ૮૯ ૪૫% અને વિધાર્થીનીઓએ મેદાન માયુ છે જેનું ૯૪.૩૬ ટકા પરિણામ આવ્યું છે ગત વર્ષે પણ વિધાર્થીનીઓનું ૮૦ ૩૯% પરિણામ હતું.
આ વર્ષે ગુજરાત લોકસભાની ચૂંટણીના લીધે પરીક્ષા પૂરી થઈ તરત જ પરિણામ તૈયાર કરી દેવામાં આવ્યું હતું પરંતુ યાં સુધી સરકાર માંથી મંજૂરી ન મળે ત્યાં સુધી પરિણામ જાહેર થયું ન હતું ચૂંટણી પૂરી થતા ની સાથે જ ગઈકાલે સાંજે ઇતિહાસમાં પ્રથમ વખત ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને ધોરણ ૧૨ સાયન્સ તેમજ ગુજકેટ ની પરીક્ષા નું એક સાથે પરિણામ જાહેર થયું છે. લાંબા સમયથી પરિણામની રાહ જોતા વિધાર્થીઓ અને વાલીઓએ હાશકારો મેળવ્યો છે


ઘુઘરાવાળાના, મજૂરના દીકરા, રીક્ષાવાળાની દીકરી ટોપ
આજે ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. આ પરિણામમાં રાજકોટનાં રિક્ષાચાલકની દીકરી છવાઈ છે અને પરિવારનું ગૌરવ વધાયુ છે. રીક્ષાચાલક જીતુભાઇની દીકરી શ્રુતિ નટાડાએ બોર્ડની પરીક્ષામાં ૯૯.૭૨  પ્રા કર્યા છે. શ્રુતિએ કહ્યું, મારે  બનવું છે અને પપ્પાની રીક્ષા કોઈ પણ ભોગે છોડાવવી છે. આ પરીક્ષાના પરિણામમાં મારી મહેનત કરતા મારા મમ્મી–પપ્પાની મહેનત વધુ રગં લાવી છે. તો બીજી તરફ ઘૂઘરાની લારી ચલાવનારના પુત્રને ડોકટર બનવાનું સ્વપન છે.રાજકોટમાં જેવીન માએ ગુજકેટમાં પરિવારનું નામ રોશન કયુ છે. આજે ગુજકેટનું પરિણામ જાહેર થયું છે. જેમાં જેવિન નામના વિધાર્થીએ સાં પરિણામ પ્રા કયુ છે. મહત્વની વાત એ છે કે, જેવિનના પપ્પા ઘૂઘરાની લારી ચલાવે છે અને મમ્મી રસોડા ચલાવે છે. આખો દિવસ મહેનત કરી, મમ્મી પપ્પાને પણ કામમાં મદદ કરી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application