આજના સોશ્યલ મિડિયાના યુગમાં દેખતા લોકોમાં વાંચનનું પ્રમાણ ઘટતું ગયું છે તેવી જ રીતે પ્રજ્ઞાચક્ષુઓમાં પણ બ્રેઇલ લીપીના પુસ્તકોના વાંચનનું પ્રમાણ ખૂબજ ઘટયું છે. આધુનિક મોબાઇલ અને કોમ્પ્યુટરમાં પ્રજ્ઞાચક્ષુઓ માટેના ખાસ સોફટવેરનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી હવે પ્રજ્ઞાચક્ષુઓ બ્રેઇલ લીપીના પુસ્તકો ઓછા વાંચે છે ત્યારે પોરબંદરમાં પ્રજ્ઞાચક્ષુઓ માટેના પુસ્તકાલયનો ૬૩ વર્ષથી કાર્યરત છે. અહીં હાલ ૧૩૦૦૦થી વધુ પુસ્તકોનો વિશાળ ખજાનો ઉપલબ્ધ છે અને ભારતભરમાં તે નિ:શુલ્ક પહોંચાડવામાં આવે છે પરંતુ વાચકોની સંખ્યા માત્ર ૭૫ જ રહી છે.
પુસ્તકાલય સ્થાપનાનો હેતુ
પોરબંદરના પ્રજ્ઞાચક્ષુ સ્વ. કાનજીભાઇ જમનાદાસ પોપટે આ પુસ્તકાલયની સ્થાપના કરી હતી. લાધીબેન વાલજીભાઇ લોઢિયા અંધજન પુસ્તકાલય પોરબંદરના પેરેડાઇઝ ફૂવારાથી વીરભનુની ખાંભી તરફ જતા રસ્તે ભગત પ્રાગજી પરસોતમ આશ્રમ પાસે આવેલું છે. સંસ્થાના ટ્રસ્ટી અનિલભાઇ પોપટે જણાવ્યું હતું કે આ સંસ્થાનો હેતુ, સારા એ ભારતમાં વસતા અંધજનોને તેમને ઘરે બેઠા બ્રેઇલ પુસ્તકો વાંચવા માટે પૂરા પડવાનો છે. આ માટે વાંચકો પાસેથી કોઇપણ જાતની ફી લેવામાં આવતી નથી. માત્ર અંધજનોને ઘરે રહી ચાહે તે ગામડામાં વસતા હોય કે શહેરમાં બ્રેઇલ પુસ્તકોનો લાભ ઉઠાવી જ્ઞાનવૃધ્ધિ કરે. અંધ વ્યક્તિનું મન સુસાહિત્ય દ્વારા પ્રફુલ્લીત રહે અને તેની બુધ્ધિનો વિકાસ થાય તથા જ્ઞાન પિપાશા પૂર્ણ થાય તે હેતુથી જ આ સંસ્થાએ પોતાનું કાર્ય કરેલ છે અને વ્યક્તિ પાસે જો કોઇપણ કામ નહીં હોય તો, કાં તો તે નિષ્ક્રિય બની જશે અથવા હતાશ અને શુષ્ક બની જશે અને તે દુ:ખ પણ તેને પોતાના અંધાપા કરતા પણ વધુ દુ:ખકર બની રહેવાનું આવી પરિસ્થિતિમાં પુસ્તકોનું વાંચન તેના જીવનમાં એક પ્રકારનો આનંદ અને રસ રેડે છે. પુસ્તકો તેના સાથી જેવા બની રહેતા હોય છે. આમ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ સૌરાષ્ટ્રમાં જે એક મધ્યવર્તી બ્રેઇલ પુસ્તકાલયની આવશ્યકતા હતી તે આ રીતે પૂરી થઇ છે.
ઘર બેઠા નિ:શુલ્ક અપાય છે પુસ્તકો
અનિલભાઇ પોપટે જણાવ્યું હતું કે ભારતભરમાં નિ:શુલ્ક પુસ્તકો ઘર બેઠા આપવામાં આવી રહ્યા છે. સંસ્થાના વિકાસ વિષે તેમણે જણાવ્યું હતું કે અંધજનોને વૈવિધ્યપૂર્ણ વાંચન પૂં પાડવા માટે આ પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવી છે. બ્રેઇલ પુસ્તકો તૈયાર કરવા ઘણા ખર્ચાળ હોવાથી દરેક અંધજન પોતાના અંગત બ્રેઇલ પુસ્તકો વસાવી શકે નહીં. આ ઉપરાંત દરેક ગામમાં બ્રેઇલ પુસ્તકો મળી શકે તેવી સવલતો પણ હોતી નથી. આ પ્રકારના બ્રેઇલ પુસ્તકાલય અંધ ભાઇ-બહેનોની જ્ઞાન પીપાશા સંતોષી શકે છે અને તેમના જ્ઞાનમાં વૃધ્ધિ કરવામાં મદદપ થઇ શકે છે. આવા શુભ હેતુથી સ્થાપવામાં આવેલ શ્રી લોઢિયા અંધજન પુસ્તકાલયનું કાર્ય અને સંચાલન શ્રી અનિલભાઇ કાનજીભાઇ પોપટે સંભાળ્યા પછી તેનો ઉત્તરોત્તર વિકાસ થતો રહ્યો છે.
૧૩૦૦૦ પુસ્તકોનો ખજાનો
પુસ્તકોની સંખ્યા વિષે માહિતી આપતા જણાવાયું હતું કે દિનપ્રતિદિન જનતાનો સહકાર વધુને વધુ મળતો ગયો અને પરિણામે બ્રેઇલ પુસ્તકોની સંખ્યા પણ ઠીકઠીક પ્રમાણમાં વધી શકી. આ પુસ્તકાલયમાં આજે દેખતાના છે જેનું બ્રેઇલી કરતા ૨૦ લાખની કિંમતના ૧૩૦૦૦થી વધુ બ્રેઇલ પુસ્તકો બન્યા છે. જેમાં બાલવાર્તાઓ, નવલકથાઓ, નવલિકાઓ, સામાજીક, ધાર્મિક, ઐતિહાસિક, સંગીતના તેમજ શૈક્ષણિક પુસ્તકોનો સમાવેશ થાય છે.
સભ્ય બનનારને નિ:શુલ્ક સુવિધા
આ પુસ્તકાલયના સભ્ય થનારાને ઘરે બેઠા પુસ્તકો વાંચવા મળી જાય છે. જેને માટે સંસ્થા તરફથી એક આવેદનપત્ર મેળવી તે ભરી, સભ્ય થવાનું રહે છે. સભ્ય થનારે કોઇપણ પ્રકારની ફી કે અનામત આપવાની રહેતી નથી. અત્યાર સુધીમાં આ પુસ્તકાલયનો લાભ ભારતના વિવિધ રાજ્યોમાં વસતા ૧૫૦૦ અંધ ભાઇ-બહેનોએ લીધો છે. હાલમાં ૭૫ જેટલા સભ્યો તેનો લાભ લઇ રહ્યા છે.
પુસ્તકો પહોંચાડવાની વિશિષ્ટ ટપાલ પધ્ધતિ
જે ગામ કે શહેરમાં વસતા હોય તેને પોસ્ટ દ્વારા પુસ્તકો મોકલવામાં આવે છે. બ્રેઇલ પુસ્તકનું કદ સામાન્ય પુસ્તક કરતાં ઘણું મોટું હોવાના કારણે, તેની જાળવણી માટે તેને ખાસ થેલીમાં પેક કરીને મોકલવાના રહે છે. અંધજનોના સાહિત્ય ટપાલ દ્વારા મોકલતાં કોઇપણ પ્રકારનો પોસ્ટ ચાર્જ ભરવાનો રહેતો નથી. એટલે રજીસ્ટર એડી દ્વારા વિનામૂલ્યે આ પુસ્તકો ટપાલથી મોકલી આપવામાં આવે છે. ભારત સરકાર તરફથી આ જાતની સવલત મળતા નેત્રહીનોેને સરળતાથી પુસ્તકો પહોંચાડી શકાય છે. વધુમાં વધુ ૧૫ દિવસ સુધી સભ્ય પોતાની પાસે પુસ્તક રાખી શકે છે. પુસ્તકની જાળવણી અંગેના નિયમો સભ્યે ચુસ્તપણે પાલન કરવાનું રહે છે.
પ્રજ્ઞાચક્ષુઓને બ્રેઇલીકરણ માટે અપાય છે મહેનતાણું
ખૂબજ ઓછી સંખ્યામાં પ્રાદેશિક પ્રેસ દ્વારા પુસ્તકોનું બ્રેઇલીકરણ કરવામાં આવેછે. આથી પુસ્તકોનું બ્રેઇલમાં પાંતર કરવા માટે બ્રેઇલ લિપિનું કામ સોંપતી વખતે ભાઇ-બહેનોની કસોટી કરવામાં આવે છે. બ્રેઇલ પાંતર કરનાર અંધજનોને નક્કી કરેલા દર પ્રમાણે મહેનતાણું આપવામાં આવે છે. આમ અંધજનોને પુસ્તકાલયથી આર્થિક લાભ પણ મળે છે. આ પુસ્તકાલય હસ્ત લિખિત દ્વારા તૈયાર કરાવવામાં આવે છે.
સરકાર દ્વારા માન્યતા તથા અનુદાન અને આર્થિક સહાય
આ સંસ્થાને ગુજરાત રાજ્ય કેળવણી ખાતાના ગ્રંથાલય નિયામક કચેરી ગાંધીનગર તરફથી માન્યતા આપવામાં આવેલ છે. આ સંસ્થાનેગુજરાત રાજ્યના કેળવણી ખાતાના ગ્રંથાલય નિયામકની કચેરી ગાંધીનગર તરફથી અનુદાન મળે છે. આ ઉપરાંત પોરબંદર નગરપાલિકા તરફથી અનુદાન મળે છે. આ સંસ્થાને અનુદાન પે જે મદદ મળે છે. તે ઉપરાંત વિશેષ સંખ્યામાં પુસ્તકો તૈયાર કરવા તેમજ તેની વ્યવસ્થા અને અન્ય ખર્ચ માટે આ સંસ્થાને સમાજના સહકાર પર આધાર રાખવો પડે છે. પ્રસંગોપાત સંસ્થા સમાજના સહકારથી આર્થિક સહાય પણ મેળવે છે.
ટ્રસ્ટીઓ દ્વારા સુવ્યવસ્થિત આયોજન
અંધજન પુસ્તકાલયમાં ટ્રસ્ટીઓ દ્વારા સુવ્યવસ્થિત આયોજન હાથ ધરવામાં આવે છે જેમાં ટ્રસ્ટીઓમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના જુદાજુદા શહેરોના અગ્રણીઓને સમાવાયા છે. આમ પોરબંદરમાં કાર્યરત નોખું અનોખું પ્રજ્ઞાચક્ષુઓનું પુસ્તકાલય પ્રજ્ઞાચક્ષુઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધ્રોલમાં રાષ્ટ્ર માટે સરકારી હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
May 12, 2025 06:59 PMઆજથી દેશભરના ૩૨ એરપોર્ટ ખૂલ્યા, જામનગર એરપોર્ટ ડિરેક્ટરે વિગતો આપી
May 12, 2025 06:56 PMખંભાળિયા આઈ.ટી.આઈ ખાતે તા.૧૪ મે,૨૦૨૫ના રોજ ઔદ્યોગીક ભરતીમેળો યોજાશે
May 12, 2025 05:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech