કોલકાતાની એક હોટલમાં મંગળવારે રાતે ભીષણ આગ લાગવાથી ૧૪ લોકોના મોત થયા છે. ફાયર બ્રિગેડે હવે આગ પર કાબુ મેળવી લીધો છે અને ઘણા લોકોને બચાવી પણ લેવામાં આવ્યા છે. આગ લાગવાનું કારણ અકળ છે.
તપાસ માટે એક ખાસ ટીમ પણ બનાવવામાં આવી
કોલકાતાના બડા બજાર વિસ્તારમાં મચ્છુઆ ફળ મંડી નજીક આવેલી ઋતુરાજ હોટલમાં આગ લાગી હતી. આગ લાગ્યા બાદ ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. કોલકાતા પોલીસ કમિશનર મનોજ કુમાર વર્માએ જણાવ્યું હતું કે, "આગની ઘટના મંગળવાર રાત્રે બની હતી. અત્યાર સુધીમાં 14 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને ટીમો દ્વારા ઘણા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને બચાવ કામગીરી ચાલુ છે. આગ કેવી રીતે લાગી તે જાણવા માટે વધુ તપાસ ચાલી રહી છે. તપાસ માટે એક ખાસ ટીમ પણ બનાવવામાં આવી છે.
આ એક દુઃખદ ઘટના છે
પશ્ચિમ બંગાળ કોંગ્રેસના પ્રમુખ શુભંકર સરકારે કહ્યું, "આ એક દુઃખદ ઘટના છે. સરકાર તરફથી કોઈ સુરક્ષા વ્યવસ્થા નહોતી. મને ખબર નથી કે સરકાર શું કરી રહી છે." કોલકાતાના મેયર ફિરહાદ હકીમ પણ અકસ્માત સ્થળે પહોંચી ગયા છે.
આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી
આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. કોલકાતાની હોટલમાં આગ એટલી ભીષણ હતી કે લોકોએ જીવ બચાવવા માટે ઇમારત પરથી કુદકા માર્યા હતા. જો કે, આ સમય દરમિયાન ફાયર બ્રિગેડ ટીમે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને તાબડતોબ બચાવ કામગીરી હાથ ધરી લોકોનો જીવ બચાવ્યો હતો. વધુ તપાસ ચાલી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech