શહેર અને હાઇવે પર વાહનોમાં કંપની ફિટિંગ લાઇટને મોડીફાઇ કરી વધારે પ્રકાશ ફેંકતી ગેરકાયદેસર એલઇડી બીમ લાઈટ ફિટ કરીને નીકળતા વાહન ચાલકો સામે આરટીઓ અને ટ્રાફિક પોલીસે ધોંસ બોલાવી છે. છેલ્લા બે અઠવાડિયામાં કાલાવાડ રોડ, ગોંડલ રોડ, ઘંટેશ્વર વિસ્તાર રોડ, માલિયાસણ રોડ ઉપર સ્પેશિયલ ડ્રાઈવ યોજી કાર, ટ્રક અને બસ સહીત ૨૧૬ વાહનને પકડી પાડી .૨,૪૭,૦૦૦નો દડં ફટકારવામાં આવ્યો હતો.
છેલ્લા કેટલાક સમયથી ઓટો મોબાઇલ્સ કંપનીઓ દ્રારા નવા વાહનમાં ચોક્કસ માપદડં સાથેની વ્હાઇટ હેડ લાઈટ ફિટ કરવામાં આવે છે પરંતુ લોકો તેનો ગેરફાયદો ઉઠાવી કંપનીની વ્હાઇટ લાઈટને કાઢીને બજારમાં મળતી હાઇવોટની વધુ પ્રકાશ ફેંકતી ચાઈનીઝ મેન્યુફેકચરીંગની વ્હાઇટ એલઇડી પ્રકારની લાઈટ ફિટ કરી રોડ ઉપર ધોળો દિવસ પાથરી રહ્યા છે. જેના કારણે સામેથી આવતા વાહન ચાલકોની આંખો અંજાવાથી સતત અકસ્માતનો ભય રહે છે. ખાસ કરીને નંબરના ચશ્મા પહેરતા લોકો અને સિનિયર સીટીઝનને વાહન ઉભું રાખી દેવું પડે એ હદે સ્થિતિ સર્જાય છે. ત્યારે આવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા માટે આરટીઓ કે.એમ.ખપેડની સૂચનાથી ઇન્સ્પેકટરની ટીમ અને ટ્રાફિક પોલીસ દ્રારા સંયુકત રીતે ઝુંબેશ શ કરી બે અઠવાડિયામાં ૨૧૬ વાહનને પકડી પાડી .૨,૪૭,૦૦૦નો દડં ફટકારવામાં આવ્યો છે જેમાં ૮૨ કાર, ટ્રક, ટ્રેલર, બસ સહિતના ૧૧૬ વાહનો જયારે અન્ય ૧૭ વાહનોનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech