બે વર્ષ પહેલાના જૂનીયર આસિસ્ટન્ટની ૨૦૨૧–૨૨ની ભરતી પરીક્ષામાં પેપર ફોડવાના બહાર આવેલા કૌભાંડમાં સુરત ક્રાઈમ બ્રાંચની તપાસના આધારે પીજીવીસીએલમાં કુલ ૩૦ વિધુત સહાયકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.સુત્રોના જણાવ્યા મુજબ રાયની વિજ કંપનીઓમાં જૂનીયર આસિ.ની ભરતી પરીક્ષા એકસાથે લેવાઈ હતી જે કામગીરી જુદી જુદી ખાનગી એજન્સીઓને સોંપવામાં આવી હતી. જેમાં રૂપિયા લઈને પેપર ફોડવામાં આવ્યા હોવાનું બહાર આવતા ડીજીવીસીએલ કંપની દ્રારા સુરત ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદ સંદર્ભે સુરત ક્રાઈમ બ્રાંચની હાથ ધરાયેલી તપાસમાં ચારેય વિજ વિતરણ કંપનીમાં આવું કૌભાંડ આચયુ હોવાનું બહાર આવ્યું હતું. જેમાં પીજીવીસીએલની જૂનીયર આસિસ્ટન્ટ ભરતીની પરીક્ષા રાજકોટની સકસેસ ઈન્ફોટેક નામની કંપનીને સોંપવામાં આવી હતી. તેમજ તેની વિશેષ તપાસમાં જુદા જુદા સમયે પેપર ફોડીને ભરતી થવાનો ગેરલાભ મેળવનારા જુદા જુદા કર્મચારીઓના નામ ખુલતા જતા હતા તેમાં ગત વર્ષે ૧૧ જુનીયર આસિસ્ટન્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ માર્ચ ૨૦૨૪ સુધીમાં કટકે કટકે વધુ ૧૯ જુનીયર આસિસ્ટન્ટને ભરતી પરીક્ષામાં ગેરરીતી આચરવા સબબ સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા હતા. આમ ભરતી પરીક્ષાની ગેરરીતીના કારણે કુલ ૩૦ જુનીયર આસિસ્ટન્ટને પીજીવીસીએલ દ્રારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું સુત્રોએ જણાવ્યંંુ હતું.
દરમિયાન આ અંગે સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ, પીજીવીસીએલમાં ચાલુ વર્ષના માર્ચ માસ સુધીમાં સસ્પેન્ઠ કરવામા: આવેલા તમામ વિધુત સહાયકોએ તેમના સન્પેશનના હત્પકમને કોર્ટમાં પડકાર્યેા હોવાનું જાણવા મળે છે. અત્રે યાદ રહે ડીજીવીસીએલ દ્રારા સુરત ક્રાઈમ બ્રાન્ચમાં કરાયેલી ફરિયાદની તપાસમાં ચારેય વીજકંપનીઓ પીજીવીસીએલ, યુજીવીસીએલ અને એમજીવીસીએલમાં તપાસ માટે સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચની મદદ લેવામાં આવી હતી. અને તેના રિપોર્ટના આધારે કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલનું ધો.૧૦ માં રાજ્ય અને જિલ્લા કરતાં પણ ઊંચું પરિણામ
May 08, 2025 06:12 PMસત્યમ કોલોની રસ્તા રોકો મામલો...JMC સિટી એન્જિનિયરે આપી પ્રતિક્રિયા
May 08, 2025 05:58 PMગુજરાતમાં પાંચ IAS ઓફિસરોને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો, જુઓ લિસ્ટ
May 08, 2025 05:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech