આવતા મહિને સિંહની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવનાર છે આ વસ્તી ગણતરીમાં ૩૦૦૦ લોકો જોડાશે ૬૫૦ થી ૭૦૦ જેટલી ટીમો બનાવીને સાયન્ટિફિક રીતે સર્વે થશે સૌરાષ્ટ્ર્રના ૩૪૦૦ ગામો જંગલ વિસ્તારની આ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે એક અંદાજ મુજબ છેલ્લ ા દસ વર્ષમાં સિંહનો વસવાટ ૫૦૦૦ ચોરસ કિ.મી ફેલાયો છે.
એશિયાઈ સિંહોના એકમાત્ર રહેણાંક ગણાતા ગુજરાતના સૌરાષ્ટ્ર્ર ખાતે આવતા મહિને યોજાનારી સિંહ ની વસ્તી ગણતરીમાં રાયના ૧૧ જિલ્લ ાના ૫૮ તાલુકાના ૩૪૦૦ જેટલા ગામો જંગલોનો અંદાજે કુલ ૩૫ હજાર ચોરસ કિલોમીટરનો વિસ્તાર આવરી લેવાશે.
છેલ્લ ે ૨૦૧૫માં થયેલી પદ્ધતિસરની ફુલલેઝ વસતી ગણતરીમાં આશરે છેલ્લ ા ૧૦ વર્ષમાં સિંહોનો વસવાટ વધુ ૫ હજાર ચોરસ કિલોમીટરમાં વિસ્તર્યેા છે.
રાયના વનવિભાગે વસતી ગણતરી માટે ૩૫ હજાર ચોરસ કિલોમીટર વિસ્તારને૮ રિજન,૩૧ ઝોન, ૧૧૦ સબ–ઝોન અને૩૪૦૦ ગામો બીટ વિસ્તારને વિભાજિત કરી છે અને ૬૫૦ થી ૭૦૦ જેટલી કુલ ટીમ દ્રારા આ સરવેની કામગીરી કરશે. જેમાં વનવિભાગના આ બીટગાર્ડ– વનપાલ વનરક્ષકથી માંડીને ટોચના અધિકારીઓ, નિરીક્ષકો, વોલનટિયર્સ મળીને કુલ ૩ હજાર વ્યકિતઓ જોડાશે, સબ–ઝોનલ કક્ષાએ હાઇ રેઝોલ્યુશન કેમેરા અપાશે, જેના દ્રારા ડુપ્લિકેશન ટાળવા સિંહોના ચોતરફના ફોટા લેવાશે.વન્ય જીવોની ગણતરી માટે વૈશ્વિક કક્ષાએ મોસ્ટ સાયન્ટિફિક સ્ટાન્ડર્ડ મેથડ ગણાતી બ્લોક કાઉન્ટ પદ્ધતિ યાને ડાયરેકટ બીટ વેરિફિકેશન પદ્ધતિ અનુસાર સિંહોની ગણતરી હાથ ધરાશે.તા.૧૦મી મેએ બપોરે ૨ વાગ્યાથી તા.૧૧ ના બપોરે ૨ વાગ્યા સુધી પ્રાથમિક ગણતરી થશે.
તા૧૨મી મેએ બપોરે ૨થી ૧૩મીના બપોરે ૨ સુધી ફાઈનલ ગણતરી હાથ ધરાશે. વર્ષ ૧૯૯૫માં સિંહોની વસતી ૩૦૪ હતી, જે ૨૦ વર્ષ બાદ ૭૨ ટકા વધીને ૨૦૧૫માં ૫૨૩ થઈ હતી. ૨૦૨૦માં પૂનમ અવલોકનને આધારે ૬૭૪ સિંહો હોવાની અટકળ બાંધવામાં આવી હતી. આ વખતે પણ સિંહની સંખ્યામાં વધારો થાય તેવો અંદાજ મુકવામાં આવી રહ્યો છે રાય સરકારના વન વિભાગ દ્રારા ૧૦ વર્ષે હાથ ધરવામાં આવે છે સિંહનું વસવાટ ૫૦૦૦ ચો.કિ.મી વિસ્તાર પામ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application"ઑપરેશન સિંદૂર" ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ જુઓ Video
May 07, 2025 01:57 PMસોરઠિયાવાડીમાં આવેલી GEBની કચેરીમાં ફોન રીસીવ ન થતા લોકોમાં રોષ
May 07, 2025 01:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech