જૂનાગઢમાં પતંગના ધારદાર દોરાથી ૬૦ પક્ષીઓ લોહી લુહાણ થયા હતા. યારે ત્રણ કબૂતર એક ઘુવડ મળી ચાર સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.ઘૂઘરી અને વધુ ઘાસ ખાવાથી ૫૦ પશુઓને હાફરો ચડતા વેટરનરી તબીબોની ટીમ દ્રારા સારવાર આપી હતી.
ઉતરાયણ પર્વમાં પતંગની મજાના આનંદમાં નિર્દેાષ પક્ષીઓને ભોગ બનવું પડું હતું. જૂનાગઢમાં પતંગના ધારદાર દોરા લાગવાથી ગગનમાં વિહરતા કબુતરની પાંખો કપાવવાના બનાવ બન્યા હતા. જિલ્લ ામાં ઉતરાયણ સંદર્ભે વન વિભાગ અને પશુપાલન વિભાગ દ્રારા કણા અભિયાન અંતર્ગત જિલ્લ ામાં પશુપાલન અને મોબાઈલ દવાખાનાની ટીમ કાર્યરત રાખવામાં આવી હતી. કલેકટર અનિલ રાણા વસ્યા ના માર્ગદર્શન હેઠળ ડીડીઓ નીતિન સાંગવાનના નિદર્શન હેઠળ પશુપાલન અધિકારી ઙો દિલીપ પાનેરા અને વન વિભાગના અધિકારીઓની ટીમ દ્રારા કણા અભિયાન અંતર્ગત મેડિકલ ટીમ કાર્યરત રાખવામાં આવી હતી. ગઈકાલે કણા અભિયાન અંતર્ગત પશુપાલન દવાખાનાઓમાં ૫૦ પશુઓને હાફરો ચડી જતા સારવાર આપવામાં આવી હતી યારે પતંગના ધારદાર દોરાથી ૧૮ કબુતર, ૧ પેન્ટાસ્ટોક,૧ સમડી, ૧ કિંગફિશર,૧ ઘુવડ, ૧ પોપટ મળી કુલ ૨૪ પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા હતા જેમાં ૩ કબુતર અને એક પેન્ટાસ્ટોક મળી કુલ ચાર પક્ષીનું મોત થયું હતું. ઇજાગ્રસ્ત પક્ષીઓને પલાસવા ઘાસ ડેપો ખાતે વન વિભાગની મીની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે
સેવાભાવી સંસ્થાઓ ખડેપગે રહી
જૂનાગઢમાં સેવાભાવી સંસ્થાઓ દ્રારા પણ વિવિધ સ્થળોએ ઘાયલ પક્ષીઓની સારવાર માટે ટેન્ટ રાખવામાં આવ્યા હતા.જેમાં રાષ્ટ્ર્રીય સતં નમ્રમુનિ મહારાજ પ્રેરિત અર્હમ યુવા સેવા સંસ્થા દ્રારા કણા અભિયાન અંતર્ગત ઝાંસીની રાણીના સર્કલ પાસે ઘાયલ પક્ષીઓની સારવાર માટે ટેન્ટ રાખ્યો હતો.જેમાં ૧૯ કબુતર ઈજાગ્રસ્ત થતા તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.અને વધુ ઇજાગ્રસ્ત કબુતરને રાજકોટ કણા ફાઉન્ડેશન ખાતે સારવાર અર્થે મોકલવામાં આવશે.ઝાંઝરડા ચોકડી ખાતે બાલકૃષ્ણ પશુ મેડિકલ દ્રારા નિશુલ્ક સારવાર માટે વેટરનરી સર્જન સહિતની ટીમ દ્રારા ઘાયલ પક્ષીઓની સારવાર માટે રહ્યા હતા જેમાં નવ કબૂતરને પતંગના દોરાથી ઇજા થતા સારવાર આપવામાં આવી હતી .યારે ચાર કૂતરાને પણ દોરાથી મુશ્કેલી પડતા ટીમ દ્રારા તાત્કાલિક દોરા દૂર કરી સારવાર આપી હતી. આઝાદ ચોક ખાતે હીરાદીપ ચેરીટેબલ ટ્રસ્ટના શીતલબેન જોશી, જીયા જોશી અને કલ્પના જોશી ત્રણેય બહેનો દ્રારા ઘાયલ પક્ષીની સારવાર માટે મેડિકલ ટીમ સાથે ખડે પગે રહ્યા હતા.જેમાં ત્રણ કબૂતરને સારવાર આપી હતી.શહીદ પાર્ક પાસે જીવ દયા ચેરીટેબલ ટ્રસ્ટના હિતેશભાઈ સંઘવી સહિતની ટીમે પક્ષીઓની સારવાર માટે ખાસ પેન્ટ રાખ્યો હતો જેમાં ત્રણ કબૂતર અને એક શકરો ઘાયલ થતા તેને સારવાર આપવામાં આવી હતી. જુનાગઢમાં ઉતરાયણ પર્વ દરમિયાન ચાર પક્ષીના મોત થયા હતા યારે ૫૫ પક્ષીઓ ઘાયલ થતા તેને સારવાર આપવામાં આવી હતી. પતગં પર્વ પૂર્ણ થઈ ગયા બાદ દોરાને કારણે પણ પક્ષીઓને મુશ્કેલી થતી હોય છે જેથી વાસી ઉતરાયણ અંતર્ગત સેવાભાવી સંસ્થાઓ દ્રારા હજુ આજે પણ ઘાયલ પક્ષીઓની સારવાર માટે ખડે પગે રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ એરપોર્ટ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ, ભારતના S-400 એ 8 મિસાઇલો તોડી પાડી
May 08, 2025 09:05 PMજસ્ટિસ વર્માનો રાજીનામું આપવાનો ઇનકાર, CJIએ રાષ્ટ્રપતિ અને PMને તપાસ રિપોર્ટ મોકલ્યો
May 08, 2025 08:34 PMજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech