રૂ ૧.૩૭ લાખના ચોરાઉ આઠ મોબાઈલ સાથે ૮ શખ્સો ઝડપાયા

  • May 08, 2025 03:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચોરી થયેલ મોબાઈલ  ૮ ફોન કિં રૂ.૧,૩૭,૦૦૦ ના મુદ્દામાલ સાથે આઠ શખ્સોને  લોકલ ક્રાઇમ બ્રાન્ચે  ઝડપી  લીધા હતા. 
છેલ્લા દસેક દિવસ દરમ્યાન ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ., પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર સીટી, ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન ભાવનગર જિલ્લાના પોલીસ મથકમાં નોંધાયેલા મોબાઈલ ચોરીના ગુન્હાઓના આરોપીઓ ગોવિંદ દિપાભાઈ સોલંકી. (ઉ.વ.૩૨ રહે. તિલકનગર દેવી પુજકવાસ.ભાવનગર),ભરત ઉદેસંગભાઈ મોરી (ઉ.વ.૪૮ રહે. પ્લોટ નં.૧૦૯, અમર સોસાયટી, કુંભારવાડા ભાવનગર)રામ ઉર્ફે ટીટી કાળુભાઈ મોણપરા (ઉ.વ.૨૩ રહે. અધેવાડા, ઝાંઝરીયા હનુમાન રોડ, મફતનગર, ભાવનગર),બળદેવ પ્રેમજીભાઈ ટાકોલિયા (ઉ.વ.૫૦ રહે. અર્બન જૂના બે માળિયા, બ્લોક નં.૮, રૂમ નં.૧૧૬૨, ભરતનગર, ભાવનગર), અમીત ભુપતભાઈ સિધ્ધપુરા (ઉ.વ.૨૫ રહે.ઘોઘા રોડ, કૃષ્ણનગર પ્લોટ નંબર ૧૨૩૮ ભાવનગર), ધીરુ રાયસિંગભાઈ પશ્ચિમિયા (ઉ.વ.૫૦, રહે.હાલ. પાનવાડી રિક્ષા સ્ટેન્ડ, ભાવનગર મુળ. આંબલીગામ ધોલેરા, જી.અમદાવાદ રૂરલ), આરીફ ઉર્ફે શાહરૂખ ઈકબાલભાઈ મકવાણા (ઉ.વ.૩૧ રહે.શકિતનગર, મેલડીમાનો ચોક, પાલીતાણા) તેમજ  અલ્તાફ રસીદભાઈ કુરેશી (ઉ.વ.૩૫ રહે.વડવા બાપેસરા કુવા, મીરા બેકરીની બાજુમાં, ભાવનગર)ને ઝડપી લઈ તમામ પાસેથી  
 રીયલમી સી ૫૩ મોડલનો મોબાઈલ  કિ.રૂ.૧૦૦૦૦,વિવો વી ૨૭ મોબાઈલ  કિ.રૂ.૧૧૦૦૦, સેમસંગ જ૨૩ ઞકઝછઅ કિ.રૂ.૬૦,૦૦૦,રીયલમી નાર્ઝો મોબાઈલ  કિ.રૂ.૧૫૫૦૦,વિવો  વાય ૭૩ મોબાઈલ  કિ.રૂ.૯૫૦૦, ઓપ્પો  રેનો ૮ ૫જી મોડલનો કાળા કલરનો મોબાઈલ  કિ.રૂ.૧૫૦૦૦,વિવો  વાય ૨૮ ૫જી  મો.ફોન કિ.રૂ.૯૦૦૦ અને વિવો  વાય ૨૮ ૫જી  મો.ફોન કિ.રૂ.૭,૦૦૦ મળી કુલ કિંમત રૂ.૧,૩૭,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ઝડપાયેલા આરોપીઓ સામે ઘોઘારોડ પોલીસના એ  પાર્ટ ગુ.ર.નં. ૦૩૪૦/૨૦૨૪ ઇ.ગ.જ કલમ:-૩૦૩ (૨) મુજબ, બોરતળાવ પોલીસના  એ પાર્ટ ગુ.ર.નં. ૧૬૬૭/૨૦૨૪ ઇ.ગ.જ કલમ:-૩૦૩ (૨) મુજબ,નિલમબાગ પોલીસના  એ પાર્ટ ગુ.ર.નં. ૦૪૯૧/૨૦૨૪ ઇ.ગ.જ કલમ:-૩૦૩ (૨) મુજબ,ઘોઘારોડ પોલીસના  એ પાર્ટ ગુ.ર.નં. ૦૫૪૨/૨૦૨૫ ઇ.ગ.જ કલમ:-૩૦૩ (૨) મુજબ,ઘોઘારોડ પોલીસના  એ પાર્ટ ગુ.ર.નં. ૨૦૨૪/૨૦૨૪ ઇ.ગ.જ કલમ:-૩૦૩ (૨) મુજબ,નિલમબાગ પોલીસના  એ પાર્ટ ગુ.ર.નં. ૦૫૨૬/૨૦૨૪ ઇ.ગ.જ કલમ:-૩૦૩ (૨) મુજબ, નિલમબાગ પોલીસના  એ પાર્ટ ગુ.ર.નં. ૦૫૨૫/૨૦૨૪ ઇ.ગ.જ કલમ:-૩૦૩ (૨) મુજબ તેમજ બોરતળાવ પોલીસના    એ પાર્ટ ગુ.ર.નં. ૧૬૯૦/૨૦૨૪ ઇ.ગ.જ કલમ:-૩૦૩ (૨) મુજબનો ગુનો નોંધાયો હતો.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના  માર્ગદર્શન હેઠળ સ્ટાફના અનિલભાઈ સોલંકી, ઘનશ્યામભાઈ ગોહીલ, વિઠ્ઠલભાઈ બારૈયા, રાજેંદ્રસિંહ સરવૈયા, કેવલભાઈ સાંગા, માનદિપસિંહ ગોહીલ, સંજયભાઈ ચુડાસમા, જયદિપસિંહ ગોહીલ, મહેંદ્રભાઈ ચૌહાણ, ફાલ્ગુનસિંહ ગોહીલ, જયદાનભાઈ લાંગાવદરા, વનરાજભાઈ ખુમાણ તેમજ  પ્રજ્ઞેશભાઈ પંડયા સહિતના જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application