પોરબંદર જિલ્લાનું ધોરણ ૧૦નું ૮૦.૪૨ ટકા પરિણામ થયુ જાહેર

  • May 08, 2025 03:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦નું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે જેમાં પોરબંદર જિલ્લાનું પરિણામ ૮૦.૪૨ ટકા જાહેર થયુ છે જેમાં ૧૭૪ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો છે. 
ગત વર્ષ કરતા ૫.૮૫% પરિણામ વધુ આવ્યુ છે. સૌથી વધુ ૯૧.૭૪% પરિણામ પોરબંદર જિલ્લાના મહીયારી કેન્દ્રનું આવ્યુ છે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં  આવતા પોરબંદર જિલ્લાનું ૮૦.૪૨% પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં કુલ ૫૮૫૪ વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા તે પૈકી ૫,૭૪૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં ૧૭૪ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ, ૬૪૪ છાત્રોએ એ-ટુ ગ્રેડ, ૯૬૫ વિદ્યાર્થીઓએ બી-વન ગ્રેડ, ૧૧૨૪ છાત્રોએ બી-ટુ ગ્રેડ, ૧૦૮૯ વિદ્યાર્થીઓએ સી-વન, ૫૮૬ વિધ્યાર્થીઓએ સી-૨, ૩૪ વિદ્યાર્થીઓએ ડી ગ્રેડ મેળવ્યો છે. ૭૬૨ વિદ્યાર્થીઓએ ઇ-વન, ૩૬૨ વિદ્યાર્થીઓએ ઇ-ટુ ગ્રેડ મેળવ્યો છે. 
પોરબંદરમાં શ્રેષ્ઠતમ પરિણામ જાહેર થતા જુદી-જુદી શાળા ખાતે વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ઢોલનગરા સહિત ફટાકડાની આતશબાઝી સાથે સ્વાગત પણ કરવામાં આવ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application