ટંકારા નજીક વોચમાં રહેલા ગૌરક્ષકોએ પશુને મુક્ત કરાવી ચાલકને પોલીસને સોંપ્યો : વાહનમાં ઠસોઠસ ભરેલા પશુઓ પૈકી 3 ના મોત થયા
મોરબી ગૌરક્ષક, મોરબી હિન્દુ યુવા વાહિનીના અધિકારીને બાતમી મળી હતી કે, કચ્છથી જામનગર તરફ એક વાહનમાં - ઠસોઠસ ગૌવંશ સહિતના પશુ ભરીને કતલખાને ધકેલવામાં આવી રહ્યા છે. આથી મોરબી અને વાંકાનેરના ગૌરક્ષકોએ કડક વોચ ગોઠવી હતી અને મોડી રાતે કચ્છના માળિયાથી નીકળેલી ગાડી ટંકારા પાસે પહોંચી કે તેનો પીછો કરીને રોકાવવામાં આવી હતી અને તેને ખોલીને ચેક કરાતાં તેમાં ખોરાક, પાણીની સગવડ વગર ગૌ વંશ સહિતના 85થી વધુ પશુ ભર્યા હતા. આથી ગૌરક્ષકોએ ગાડીના ચાલકને ઝડપી પોલીસને સોંપી દીધો હતો અને ટંકારા પોલીસે ગાડી કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી, વાંકાનેર અને કચ્છના હિન્દુ યુવા વાહિનીના સભ્યો ટંકારા પાસે વોચમાં હતા ત્યારે કચ્છ માળિયા બાજુથી જામનગર લઈ જવા નીકળેલી ગાડી નંબર GJ-12-BY-2629 ને રોકીને તલાશી લેતાં તેમાંથી ક્રુરતાપૂર્વક બાંધેલા ગૌવંશ સહિતના 85થી વધુ પશુ મળ્યા હતા, જો કે તેમાંથી 3ના મોત થયાનું બાદમાં સામે આવ્યું હતું. આથી ગાડી ચાલક દિલાવર અબ્દુલ પઠાણને ટંકારા પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો અને ગાડી ટંકારા પોલીસ સ્ટેશને લઇ જવામાં આવી હતી. ટંકારા પોલીસે ગાડી કબજે લઈ આરોપી સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડવામાં જૈન અગ્રણી અને ગૌરક્ષક સમિતિના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી ગૌરક્ષક જીવ રક્ષા ફાઉન્ડેશનના ટ્રસ્ટી કેતનભાઈ સંઘવી, તેમજ અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદના રાજ્ય સંગઠન મંત્રી તેમજ મોરબી હિન્દુ યુવા વાહિની મોરબી જિલ્લા પ્રમુખ કમલેશ બોરીચા, ચેતનભાઈ પાટડીયા, હિત રાજસિંહ પરમાર, સુરેશભાઈ રબારી, પાર્થભાઈ નિમાવત, યશભાઈ વાઘેલા, ભાવિનભાઈ, મનીષભાઈ કનજારિયા, દીપકભાઈ રાજગોર વાંકાનેર ગૌરક્ષક તેમજ મોરબી ચોટીલા લીંબડી વાંકાનેર રાજકોટ ગૌરક્ષક સંપૂર્ણ ટીમનો સહયોગ સાંપડયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech