સામાન્ય રીતે ગણિતની ગણતરી એક અઘરા વિષય તરીકે થતી હોય છે, બાળકો ગુણાકાર-ભાગાકારનું નામ સાંભળીને મૂંઝાઈ જતા હોય છે. ત્યારે ગોંડલના એક બાળકે ગણિતની દુનિયામાં કમાલ કરી બતાવી છે અને 'નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન' કહેવતને સાર્થક કરી બતાવી છે.
ગોંડલમાં રહેતા ૧૨ વર્ષીય ઓમ ચેતનભાઈ જોષી એ માત્ર એક જ મિનિટની અંદર ૯૭ ભાગાકાર સાચા ગણીને ‘ઇન્ડિયા સ્ટાર વર્લ્ડ રેકોર્ડ’માં પોતાનું નામ નોંધાવ્યું છે. ઇન્ડિયા સ્ટાર વર્લ્ડ રેકોર્ડમાં નોંધણી માટે મદદરૂપ બનનારા, શિક્ષણ ક્ષેત્રે માર્ગદર્શક તરીકે કાર્યરત ડો. દીપક મશરૂ દ્વારા ઇન્ડિયા સ્ટાર વર્લ્ડ રેકોર્ડસના સર્ટિફિકેટ અને મેડલથી ઓમનું સન્માન કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે પરફેક્ટ ક્લાસીસના માઈન્ડ મેમરી પાવર ટ્રેનર રજનીશ રાજપરાના માર્ગદર્શન હેઠળ ગોંડલના બે બાળકો ઓમ જોષી અને દધ્યંગ કાકડીયા એ ગણતરીની ક્ષણોમાં ગુણાકાર-ભાગાકાર કરવાનો નવો રેકોર્ડ સ્થાપ્યો છે. જે બદલ તેઓ બંનેને જામકંડોરણામાં યોજાયેલા રાજકોટ જિલ્લા સહકારી બેંકની સાધારણ સભાના સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાના હસ્તે 'રાજકોટ જિલ્લા ગૌરવ સન્માન'નું શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને બિરદાવવામાં આવ્યા છે.
ઓમના પિતા ચેતનભાઈ એ જણાવ્યું છે કે હાલ ઓમ ધોરણ ૮, ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરે છે. આ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ઓમ રોજની બે કલાક ફાળવતો હતો. એટલું જ નહીં એકપણ દિવસની રજા વગર સતત ૧૬ મહિનાથી અમે આ એક જ લક્ષ્ય માટે કાર્યરત રહ્યા હતા. ત્યારે આજે અમને અમારી મહેનત સફળ થયાની ખુશી છે.
આ બાળકે સાબિત કરી બતાવ્યું છે કે માનવ મગજ પાસે અકલ્પનીય તાકાત રહેલી હોય છે અને જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો કંઈપણ અઘરું કાર્ય પાર પાડવું શક્ય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech