મધ્યપ્રદેશના મુરેનામાં સ્પીડમાં એક બસનું વ્હીલ અચાનક જ નીકળી ગયું હતું. જેના કારણે બસ ડ્રાઈવરે કાબુ ગુમાવી દેતાં અક્સમાત સર્જાયો હતો. ભારે મુશ્કેલીથી ડ્રાઈવરે બસની બ્રેક લગાવી હતી. પરંતુ આગળ ગેટ પર ઉભેલા એક વ્યક્તિને ટક્કર મારી તેમજ બસમાં હાજર મુસાફરોને પણ ઈજા થઈ હતી. મુસાફરોની ચીસો સાંભળીને ત્યાં હાજર લોકોએ તેમની મદદ કરી.
આ બસ અકસ્માત બાદ પરિવહન વિભાગ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. લોકોનું કહેવું છે કે પરિવહન વિભાગ કન્ડમ બસો ચલાવે છે. કેટલીકવાર બસો ઓવરલોડ હોય છે અને મુસાફરોની અવરજવર થાય છે. આ અંગે કાર્યવાહી થવી જોઈએ. આજે થયેલા આ અકસ્માતમાં પણ બસ ખૂબ જ ખરાબ હાલતમાં હતી. મુસાફરોના જણાવ્યા મુજબ બસનું ટાયર જુનું અને જર્જરિત હોવાને કારણે ફાટી ગયું છે.
પોલીસે જણાવ્યું કે, ગ્વાલિયરથી મોરેના જઈ રહેલી બસનું સસ્પેન્શન સિવિલ લાઈન પોલીસ સ્ટેશન વિસ્તારના નેશનલ હાઈવે-44 પર તૂટી ગયું હતું. જેના કારણે બસનું પાછળનું ટાયર નીકળી ગયું હતું. આ અકસ્માતમાં બસમાં બેઠેલા મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ હતી. જયારે આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી. હાલ મામલાની તપાસ ચાલી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનાગેશ્વર-ગોપી તળાવ, શિવરાજપુર બીચમાં ટુરીસ્ટોની પાંખી હાજરી
May 17, 2025 10:59 AMરાજકોટ : કેસરી પુલ પર ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કારે મારી પલટી
May 17, 2025 10:56 AMદ્વારકાના હેડ કોન્સ્ટેબલની પ્રામાણીકતા
May 17, 2025 10:56 AMરાજકોટ : વગડ ચોકડીએ અક્સ્માત થતા કાર પલટી મારી ગઈ
May 17, 2025 10:54 AMસાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા કક્ષાની દિશા સમિતિની બેઠક યોજાઈ
May 17, 2025 10:52 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech