છેલ્લા ચાર વર્ષથી આશાપુરા ડેમમાં વહેલી સવારે માછલીઓને લોટ નાંખી પરોપકારનું કાર્ય કરતા પ્રૌઢ વેપારીનું સવારે માછલીને લોટ નાખતી વેળા પગ લપસી જતા ડેમનાં ઉંડા પાણીમાં ગરક થઈ જવાથી મોત નિપજતા શોક ફેલાયો હતો. મૃતકને સંતાનમાં બે દીકરાઓ છે. અને બન્ને પરણીત છે. બનાવનાં પગલે આશાપુરા ડેમ દોડી ગયેલા ફાયર સ્ટાફે વેપારીનાં મૃતદેહને ડેમમાંથી બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ માંડવીચોકમાં હરગોવિંદ માવજીનાં નામે પાનબીડીનાં જુના હોલસેલ વેપારી હરેશભાઈ તુલશીદાસ ખોદાણી ઉ.વ.૫૮ નિત્યક્રમ મુજબ સવારે આઠનાં સુમારે આશાપુરા ડેમમાં માછલીઓને લોટ નાંખવા ગયા હતા. લોટ નાંખતી વેળા અચાનક પગ લપસતા ડેમનાં ઉંડા પાણીમાં ખાબકતા ડુબી જવાથી મોત નિપજ્યું હતું.ફાયર સ્ટાફે તેમનાં મૃતદેહને પાણી બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. બનાવની જાણ થતા તેમનો પરિવાર હતપ્રત બની હોસ્પિટલ દોડી ગયો હતો.
જાણવા મુજબ રાધાકૃષ્ણનગરમાં રહેતા અને માંડવીચોક ગોળાઇમાં પાનબીડીની હોલસેલની દુકાન ધરાવતા હરેશભાઈ તથા તેમનાં પત્નિ પલ્લ વીબેન છેલ્લા ચાર વર્ષથી વહેલી સવારે આશાપુરા ડેમમાં માછલીઓને લોટ નાંખવા જતા હતા. પલ્લ વીબેન સુરત પ્રસંગમાં ગયા હોય સવારે એકલા હરેશભાઈ નિત્યક્રમ મુજબ આશાપુરા ડેમ માછલીઓને લોટ નાંખવા પંહોચ્યા હતા. પણ કુદરતે કંઇક જુદુ જ ધાર્યું હોય તેમ જીવદયાનું કાર્ય કરતી વેળા મોતને ભેટ્યા હતા. બનાવનાં પગલે વેપારીઓ માં શોક ફેલાયો હતો. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application‘કાતર કેમ મારે છે’ કહીં પાંચ શખ્સોએ યુવાનનું ઢીમ ઢાળી દીધું
May 09, 2025 04:35 PMસિહોર નગરપાલિકા ચીફ ઓફિસર સામે ધરણા, ગાંધીગીરી અને ખુલ્લો મોરચો
May 09, 2025 04:31 PMથેન્ક્યુ ઇન્ડિયા: ભારતે અબ્દુલ અઝહરનો સફાયો કર્યો, અમેરિકાએ કહ્યું- ન્યાય થયો
May 09, 2025 04:24 PMરુ. ૭૬ લાખની હીરાની છેતરપીડી મામલે ડાયમંડ એસો.પ્રમુખ સહિત બે સામે ફરીયાદ
May 09, 2025 04:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech