અંતરિક્ષની મુલાકાત લેવા ઇચ્છતા પ્રવાસીઓનું સ્વપન ટૂંક સમયમાં પૂર્ણ થશે. અમેરિકન સ્ટાર્ટઅપ સ્પેસ પર્સપેકિટવ કંપની ૨૦૨૪ના અંત સુધીમાં 'સ્પેસશિપ નેપ્ચ્યુન' લોન્ચ કરશે, જે ૮ મુસાફરોને અંતરીક્ષની સફાર કરાવશે કંપની દ્રારા એવો દાવો કરવામાં આવ્યો છે કે આ સફર ખૂબ જ સુરક્ષિત અને આરામદાયક હશે, બેસવા માટે ખાસ પ્રકારની કોસ્ચ્યુમની પણ જરૂર નહીં પડે. સ્પેસ ટુરીઝમ સ્ટાર્ટઅપ સ્પેસ પર્સપેકિટવ પ્રવાસીઓને કેપ્સ્યુલ બલૂન ૨૦ માઈલ એટલે કે વાતાવરણથી લગભગ એક લાખ ફટ ઉપરની સફર પર લઈ જશે.જેમાં એક વ્યકિતનો અંદાજીત ખર્ચ એક કરોડ હશે.
સ્ટાર્ટઅપે કેપ્સ્યુલ બલૂનને સ્પેસશિપ નેપ્ચ્યુન નામ આપવામાં આવ્યું છે, જેમાં ૮ મુસાફરો બેસી શકે છે. મુસાફરીમાં ૬ કલાકનો સમય લાગશે. વાતાવરણમાં પહોંચવામાં અને નીચે ઉતરવામાં ૨–૨ કલાક લાગશે. બાકીના ૨ કલાકમાં વાતાવરણની સુંદરતા અને અંતરીક્ષનો પરિચય કરાવવામાં આવશે.
સ્પેસશિપ નેપ્ચ્યુન બલૂન મુસાફરોને એક લાખ ફટ ઉપર લઈ જશે. બલૂનમાં મોટી બારીઓ હશે યાંથી મુસાફરો બહારની સુંદરતા કેપ્ચર કરી શકશે. તે ૨ કલાક વાતાવરણમાં રહેશે, આ દરમિયાન બલૂન એટલાન્ટિક મહાસાગરની આસપાસ પણ જશે. સ્પેસશીપ નેપ્ચ્યુન બલૂન બનાવવાનું સ્ટાર્ટઅપ જેન પોઇન્ટર અને ટેબોર મેકકલમ દ્રારા શ કરવામાં આવ્યું છે. તેમની અગાઉની ફર્મનું નામ વલ્ર્ડ વ્યૂ હતું જે સેન્સર દ્રારા અવકાશની તસવીરો લેવાનું કામ કરે છે. વાતાવરણમાં જતા બલૂનમાં સેન્સર મૂકવામાં આવ્યું હતું. સ્પેસશિપ નેપ્ચ્યુન બલૂનનો વિચાર પણ અહીંથી આવ્યો હતો. તેમાં બેસવું એ પ્લેનમાં બેસવા જેવું હશે. તેમાં બેસવા માટે કોઈ ખાસ પ્રકારના કપડા પહેરવાની જરૂર નથી. એક લાખ ફૂટની ઉંચાઈ પર જઈને યાત્રીઓ એક અલગ જ સુંદરતાનો અનુભવ કરશે. આ કંપનીના બલૂને ક્રૂ મેમ્બર વિના ગત વર્ષે ૧૮ જૂને પ્રથમ વખત ટેસ્ટ લાઈટ લીધી હતી.
લોકોને અવકાશમાં લગ્ન કરવાનો મોકો મળશે
એક અમેરિકન કંપની લોકોને અવકાશમાં લગ્ન કરવાનો મોકો આપશે. અવકાશમાં લગ્ન કરવાનો એક ફાયદો એ થશે કે પૃથ્વી પર લની બિનજરી મુશ્કેલીઓથી બચી શકાશે. કંપની આ પહેલ ૨૦૨૪ના અતં સુધીમાં શરૂ કરી શકે છે. જાણકારી અનુસાર, લોકો અંતરિક્ષમાં લગ્ન કરવા માટે એટલા ઉત્સુક છે કે કંપની માટે લાંબી વેઇટિંગ લિસ્ટ તૈયાર કરવામાં આવી છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમની લગભગ એક હજાર ટિકિટો વેચાઈ ચૂકી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાવઠાનું જોર ઓછું થયું છતાં આજે રાજ્યભરમાં વરસાદનું યલો એલર્ટ યથાવત
May 09, 2025 10:29 AMબોર્ડની પૂરક પરીક્ષા માત્ર જિલ્લા કક્ષાના કેન્દ્રોમાં જ જુન માસમાં લેવા નિર્ણય
May 09, 2025 10:27 AMજસદણના ડૉ રામાણીને ગર્ભ પરીક્ષણ મામલે ૧૮ માસની સજા -૨૫ હજાર દંડ
May 09, 2025 10:26 AMન્યાયતંત્ર પર ટિપ્પણી કરવા બદલ સુપ્રીમ કોર્ટે દુબેને લગાવી ફટકાર
May 09, 2025 10:24 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech