સુનિતા વિલિયમ્સ અને તેમના પાર્ટનર વિલ્મોરના પરત આવવાની સંભાવનાઓ વધી છે અને તેમને લેવા માટે ગયેલુ સ્પેસએકસ કેપ્સ્યુલ સ્પેસ સ્ટેશન પર પહોચી ગયું છે જેને સુનીતાએ આવકાયુ હતું અને કહ્યું કે વેલકમ ટુ આઈએસએસ. સ્પેસએકસ ડ્રેગન કેપ્સ્યુલમાં મુસાફરી કરી રહેલા નાસાના અવકાશયાત્રી નિક હેગ અને રશિયન સ્પેસ એજન્સી રોસકોસ્મોસના એલેકઝાન્ડર ગોર્બુનોવ સફળતાપૂર્વક આઈએસએસ સુધી પહોંચી ગયા છે. સ્પેસએકસ કેપ્સ્યુલ આવતાની સાથે જ નાસાના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે ખુશી વ્યકત કરી અને તેમનું સ્વાગત કયુ. સુનીતા અને તેનો પાર્ટનર બૂચ જૂન ૨૦૨૪થી અવકાશમાં ફસાયેલા છે
સ્પેસ સ્ટેશન પર ક્રૂની સંખ્યામાં વધારો
એક પોસ્ટમાં, નાસાના જોન્સન સ્પેસ સેન્ટરે લખ્યું,આકટોબરની શઆતમાં ક્રૂ–૮ સભ્યો ડોમિનિક, બેરેટ, એપ્સ અને ગ્રીબેનકિન પૃથ્વી પર પાછા ન આવે ત્યાં સુધી, સ્પેસ સ્ટેશન પર ક્રૂ સંખ્યા વધીને ૧૧ લોકો થઈ જશે.બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી મિશન ૭૧૭૨ ક્રૂના ભાગ પે તેમનું કાર્ય ચાલુ રાખશે. તેઓ એજન્સીના સ્પેસએકસ ક્રૂ–૯ મિશનને સોંપેલ અન્ય બે ક્રૂ સભ્યો સાથે સ્પેસએકસ ડ્રેગન અવકાશયાન પર પાછા ફરશે
સ્પેસએકસ ક્રૂ ૯ આવતા વર્ષે પરત આવશે
સ્પેસએકસ એ શનિવારે આ મિશન લોન્ચ કયુ હતું, જે સ્પેસ સ્ટેશન પર પહોંચ્યું હતું. સ્પેસ મિશન આવતા વર્ષે પૃથ્વી પર પરત ફરશે. નાસાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હેગ અને ગોર્બુનોવ સાંજે ૭:૦૪ વાગ્યે સ્પેસ સ્ટેશનમાં પ્રવેશ્યા હતા.હેગ અને ગોર્બુનોવનું સ્પેસ સ્ટેશનના એકસપિડિશન ૭૨ ક્રૂ દ્રારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમાં નાસાના અવકાશયાત્રીઓ મેથ્યુ ડોમિનિક, માઈકલ બેરેટ, જીનેટ એપ્સ, ડોન પેટિટ, બૂચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સ તેમજ રોસકોસમોસ અવકાશયાત્રીઓ એલેકઝાન્ડર ગ્રેબેનકિન, એલેકસી ઓવચિનિન અને ઈવાન વેગનરનો સમાવેશ થાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાની પાયલોટ ભારતીય કસ્ટડીમાં, પહેલી તસવીર સામે આવી
May 09, 2025 12:54 AMભારતીય નૌકાદળે કરાચી બંદરનો નાશ કર્યો, 1971 પછી પાકિસ્તાન પર પહેલો દરિયાઈ હુમલો
May 09, 2025 12:45 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech