રાજકોટની નવી કોર્ટના લોકાર્પણ બાદ વકીલોના ટેબલ વ્યવસ્થાની ઉભી થયેલી મોટી સમસ્યામાં જગ્યા ટૂંકી પડતા ફસ્ર્ટ લોર ઉપર જગ્યાની માંગણી અને પેન્ડિંગ પશ્નોને લઈને રાજકોટ બાર એસોસિએશનના હોદેદારો અને સિનિયર વકીલો આજે હાઇકોર્ટ જવા રવાના થયા હતા. સંભવત: સાંજે હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલને મળી નવા કોર્ટ સંકુલની સમસ્યાના નિરાકરણ માટે રજુઆત કરશે.
રાજકોટનું નવી કોર્ટનું બિલ્ડીંગ તારીખ ૭ ને શનિવારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યા બાદ સોમવારથી કોર્ટમાં વકીલોના ટેબલ રાખવા મુદ્દે સર્જાયેલી ગેરવ્યવસ્થા પ્રશ્ને બાર એસોસિએશન દ્રારા નવા કોર્ટ બિલ્ડિંગ ખાતે પ્રથમ જનરલ બોર્ડમાં વકીલો વચ્ચે ઝપાઝપી થઈ હતી, ત્યારબાદ ડિસ્ટિ્રકટ જજ સમક્ષ પણ રજૂઆત કરાઈ હતી તેમાં રાજકોટના ૩૫૦૦ થઈ વધુ વકીલોનો પ્રશ્ન હલ કરવા માટે વકીલોના ટેબલ માટે પહેલા માળની જગ્યા ફાળવવા સહિતના પ્રશ્નોની ચર્ચા કરવા ગુજરાત હાઇકોર્ટ ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલની ડિસ્ટિ્રકટ જજ મારફત એપોઇન્ટમેન્ટ લેવામાં આવી હતી, જે અનુસાર રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ બકુલભાઈ રાજાણી, ઉપપ્રમુખ સુરેશભાઈ ફળદુ, સેક્રેટરી પી.સી. વ્યાસ, જોઈન્ટ સેક્રેટરી જયેન્દ્ર ગોંડલીયા, લાઇબ્રેરી સેક્રેટરી મેહત્પલ મહેતા, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપભાઈ પટેલ, એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ ભાજપ લીગલ સેલના સહસંયોજક અનિલભાઈ દેસાઈ અને રાજકોટ બાર એસોસિયેશનના પૂર્વ પ્રમુખ સંજયભાઈ વ્યાસ સહિતની કમિટી આજે અમદાવાદ હાઈકોર્ટ ખાતે જવા રવાના થયા છે. યારે કમિટીમાં સમાવવામાં આવેલા બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ લલિતસિંહ શાહી અને અર્જુનભાઇ પટેલ તેમજ બાર એસોસિએશનના ટ્રેઝરર આર.બી. ઝાલા અન્યત્ર વ્યસ્ત હોવાથી હાઇકોર્ટના ચીફ જસ્ટિસની મુલાકાતે જઇ શકયા નથી. સંભવત: સાંજે ૬ વાગ્યે હાઇકોર્ટ ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ સાથે બેઠક યોજાશે, તેમાં વર્ષ ૨૦૧૮થી પેન્ડિંગ રહેલા પ્રશ્નો અને ફસ્ર્ટ લોર ઉપર ટેબલ મુકવા જગ્યાની ફાળવણી માટે રજૂઆત કરી યોગ્ય નિરાકરણ લાવવા અપીલ કરવામાં આવશે, જે દરમિયાન રાજકોટ બારના પ્રતિનિધિ મંડળની સાથે હાઇકોર્ટ ૧૨ એસોસિએશનના ઉપપ્રમુખ વિરાટ પોપટ તેમજ વરિ ધારાશાક્રી યોગેશ લાખાણી પણ જોડાશે, તેમ જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech