મહારાષ્ટ્રના પુણેમાં વધુ એક હિટ એન્ડ રનનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.કોરેગાંવ પાર્ક વિસ્તારમાં એક ઓડી કરના ચાલકે પુરપાટ ઝડપે કાર હંકારીને બાઇક સવાર ડિલિવરી બોયને ટક્કર મારી હતી. અકસ્માત બાદ બાઇક સવારને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રાત્રે 1.30 વાગ્યાની આસપાસ બનેલા આ ભયાનક અકસ્માતમાં 21 વર્ષના ડિલિવરી બોયનું સારવાર દરમિયાન મોત થયું હતું.આ ઘટના બાદ ડ્રાઈવર કાર લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પ્રત્યક્ષદર્શીઓ એ જણાવ્યું હતું કે કાર સવાર દારૂના નશામાં હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ રઉફ અકબર શેખ (21) તરીકે થઈ છે. રઉફ શેખ ફૂડ ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો. આ પહેલા કાર સવારે એક સ્કૂટરને પણ ટક્કર મારી હતી, જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. આરોપીએ બાઇક સવારને ટક્કર માયર્િ બાદ પણ કાર રોકી ન હતી. ડ્રાઈવર ઈજાગ્રસ્તને કાર નીચે કચડીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમેરા પરથી કારની ઓળખ કરી હતી. આ પછી માલિકને શોધી કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે આરોપીની હડપસર વિસ્તારમાં આવેલા તેના ઘરેથી ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ આયુષ તાયલ (34) તરીકે થઈ છે.
આરોપીને મેડિકલ ચેકઅપ માટે મોકલી અપાયો
પુણે ડીસીપીએ જણાવ્યું કે આરોપીને મેડિકલ ચેકઅપ માટે મોકલવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ જ કહી શકાશે કે ઘટના સમયે ડ્રાઈવર નશામાં હતો કે નહીં. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે પોલીસે ઓડી ડ્રાઈવર આયુષ પ્રદીપ તાયલ (34)ની ધરપકડ કરી છે અને તેની સામે વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. કાર પણ જપ્ત કરવામાં આવી છે. સ્થાનિક કોર્ટે તાયલને 13 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર નજીક જીરાના કારખાનામાં મશીનની ટાંકી પરથી પડી જતા યુવાનનું મોત
May 09, 2025 12:49 PMજામજોધપુરમાં બિમારીથી કંટાળી વેપારી યુવાને જીવાદોરી ટુંકાવી
May 09, 2025 12:46 PMજામનગર એસપીની અઘ્યક્ષતામાં ૫૩ લાખ ડ્રગ્સ મુદામાલનો નાશ
May 09, 2025 12:40 PMસાંબા સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 12 આતંકવાદીને BSFએ ઠાર માર્યા
May 09, 2025 12:39 PMધોરણ 10 માં હળવદ મંગલમ વિદ્યાલય નો ડંકો વાગ્યો..
May 09, 2025 12:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech