કાલાવડ રોડ પર મેટોડા જીઆઇડીસીમાં રહેતા રિક્ષા ચાલક આધેડે પોલીસના ત્રાસથી વીડિયો બનાવી ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અગાઉ તેની રિક્ષા પોલીસે પકડેલી હોય જેમાં પોલીસ તોડફોડ કર્યા અંગેની અરજી કરતા પોલીસ માનસિક ત્રાસ આપતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
રિક્ષા પોલીસે જુગારના કેસમાં પકડી હતી
જાણવા મળતી વિગત મુજબ મેટોડા જીઆઇડીસીમાં અજંલી પાર્કમાં રહેતા કાંતીભાઇ અરજણભાઇ દાફડા (ઉં.વ. 54) નામના રિક્ષાચાલક પ્રૌઢે આજે સવારે પોતાના ઘરે મોબાઇલમાં વીડિયો બનાવી બાદમાં ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્ટિપલમાં ખસેડવામાં આવ્યા છે. આધેડે આપઘાતનો પ્રયાસ કરતા પૂર્વ બનાવેલા વીડિયોમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, અગાઉ તેની રિક્ષા પોલીસે જુગારના કેસમાં પકડેલી હોય જે રિક્ષામાં પોલીસે તોડફોડ કરી હોવાથી પોલીસમાં જાણ કરતા કોઈ જવાબ દેવામાં આવ્યો ન હતો. જેથી તેમણે જિલ્લા પોલીસ વડાને અરજી કરી હતી. જેનો ખાર રાખી પોલીસ દ્વારા તેમનુ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ત્રાસ આપવામાં આવતો હોવાથી કંટાળી તેમણે આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાટણના સાંતલપુર તાલુકામાં સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર, કલેક્ટરની નાગરિકોને શાંતિ જાળવવા અપીલ
May 10, 2025 10:06 PMકચ્છમાં અનેક ડ્રોન જોવા મળ્યા, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
May 10, 2025 10:04 PMજમ્મુ-કાશ્મીરમાં ફરી ડ્રોન હુમલા અને ગોળીબાર, પાકિસ્તાને ચાર કલાકમાં તોડ્યો યુદ્ધવિરામ
May 10, 2025 09:10 PMયુદ્ધવિરામ તૂટ્યો: અખનૂરમાં શાંતિના માત્ર 3 કલાક બાદ પાકિસ્તાનનું ફરી ફાયરિંગ
May 10, 2025 08:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech